News of Thursday, 21st August 2025
નિર્ધારીત સમય મુજબ કાર્યક્ષમ બસ સેવા આપવા એસ.ટી.નિગમ કટીબધ્ધ : એમ.નાગરાજન
નિગમની કચેરીમાં વહીવટી સંચાલકના હસ્તે ધ્વજવંદન

રાજકોટ, તા., ર૧: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક ,ગુજરાત એસટી એમ.નાગરાજનના હસ્તે ૭૯ માં સ્વતંત્રદિવસની ઉજવણી નરોડા એસ.ટી વર્કશોપ,અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી.જેમાં એમ.ડી દ્વારા નિગમ ની ભવિષ્યમાં નવા આયામો પ્રાપ્ત કરી જનતા ને મુસાફરી માટે ઉત્તમ સવલત પૂરી પાડવા આહવાન કરવામાં આવ્યું હતું.
તમામ ટ્રીપ તેના નિર્ધારીત સમયે જ સંચાલિત થવી જોઇએ. “Zero Delay” તેમજ Zero Breakdown” ને મંત્ર બનાવી નિયમિત દૈનિક મેઇન્ટેનન્સ પર પુરતી કાળજી રાખવી એ અત્યંત આવશ્યક છે.તેમ જણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે બસની સફાઇ અને નિયમિત દૈનિક મેઇન્ટેનન્સને પ્રાધાન્ય આપશો તેમ શ્રી એમ.નાગરાજનએ જણાવ્યું હતું.
નિગમ પોતાના સંચાલનમાં વિવિધ કક્ષાની કુલ ૭,૮૯૩ બસો ધરાવે છે. જેમાં ૪૧૯ સ્લીપર કોચ બસ, ૫૨૦ સેમીલકઝરી બસ, ૫,૪૬૮ સુપર ડિલક્ષ બસ, ૩૦૦ લકઝરી બસ, ૯૬૬ મીડી બસ, ૦૫ એ.સી.ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ, ૫૦ એ.સી. ઇલેક્ટ્રિક બસ, ૯૮ વોલ્વો સીટર બસ, ૪૭ એ.સી. સીટર બસ અને ૨૦ એ.સી. સ્લીપર બસોનો કાફલો ધરાવે છે. નિગમ મુસાફરોને સમયસર અને આરામદાયક મુસાફરીની સાથે સલામતીના ધ્યેય સાથે કામ કરે છે. અને રાષ્ટ્રીય કક્ષાના પરિણામો પણ હાંસલ કરવાની નેમ ધરાવે છે.
સ્વાતંત્ર પર્વના આ અવસરે કે .એસ ડાભી જનરલ મેનેજર(વહીવટ), એ .ડી જોશી જનરલ મેનેજર (ઓપરેશન), ડી.એન. બ્રહ્મ ભટ્ટ મુખ્ય હિસાબ અધિકારી અને નાણાકીય સલાહકાર તેમજ સર્વે H.O.Dઅને યુનિયન પદાધિકારીઓ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
