<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 180 તાલુકામાં વરસાદ:સાબરકાંઠાના તલોદમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો: જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો ?

કાલે 22 ઓગસ્ટે રાજયના 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

અમદાવાદ : હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ગુજરાતમાં છેલ્લા 3-4દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં 22 ઓગસ્ટે19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આજ રોજ 21 ઓગસ્ટના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના 6 સુધીના વરસાદના આંકડા મુજબ, રાજ્યના 180 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે સાબરકાંઠાના તલોદમાં 1.69 ઈંચ વરસાદ ખાબક્યો છે. તિલકવાડામાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 10 તાલુકામાં 1 ઈંચથી વધુનો વરસાદ વરસ્યો છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદ લાવતી પાંચેક જેટલી સિસ્ટમ સક્રિય થવાથી છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. હવામાન વિભાગ મુજબ, 22 ઓગસ્ટના રોજ કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ખેડા, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.

23-24 ઓગસ્ટ: રાજ્યના 15 થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

25-26 ઓગસ્ટ: સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ છે.

27 ઓગસ્ટ: કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે

(8:25 PM IST)