<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

અમદાવાદના નિકોલમાં બીડી બાબતે ખેલાયો ખૂની ખેલ: બીડી નહિ આપતા મિત્રએ જ મિત્રનું હત્યા કરી : ધરપકડ

રાત્રે બન્ને સાથે જમવા બેઠા હતા. જમ્યા બાદ બીડી માંગવા બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં આ ગુનાને અંજામ અપાયો

અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં એક નવી બની રહેલી બાંધકામની સાઈટ પર અનેક શ્રમીકો મજુરી કરતા હતા, જ્યાં હાજર બે શ્રમીકોમાંથી એક શ્રમીકે અન્ય પાસે પીવા માટે બીડી માંગી, જે બીડી આપવાનો તેણે ઈન્કાર કર્યો અને બન્ને વચ્ચે તકરાર થઈ. અને બાદમાં મર્ડર સુધી વાત પહોંચી હતી ..

 

નિકોલ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ શખ્સનું નામ રણધીર ચૌહાણ છે, આ આરોપી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે અને નિકોલમાં આવેલી પુષ્કર વેલી નામનાં બાંધકામ સાઈટ પર મજૂરી કરે છે. જોકે તેની ધરપકડ એક યુવકની હત્યાનાં ગુનામાં કરવામાં આવી છે. મૂળ ઉત્તરપ્રદેશનાં અને હાલ થલતેજમાં રહેતા વિજય સરોજ નામનાં 28 વર્ષીય યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિજય સરોજ બાંધકામ સાઈટ પર પ્લમ્બરીંગનું કામ કરે છે, તેનાં ગામનાં કૌટુંબિક કાકાનો દિકરો પ્રદિપ ઉર્ફે બાબુલાલ સરોજ છેલ્લાં 2 મહિનાથી નિકોલમાં પુષ્કર વેલી નામની સાઈટ પર પ્લમ્બરીંગનું કામ કરે છે. 18મી ઓગસ્ટનાં પ્રદિપ સરોજ બાંધકામ સાઈટ પર હતો, ત્યારે રણધીર અનિલકુમાર ચૌહાણ સાથે મારામારી થઈ છે. જેમાં તેને ગંભીર ઈજાઓ થતા સારવારમ માટે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું.

 

ઘટનાનાં બીજા દિવસે સવારે 7 વાગે આસપાસ વિજય સરોજને જાણ થઈ હતી કે રાતનાં 12 થી સાડા ત્રણ વાગેનાં સમયગાળામાં પ્રદિપ સરોજ અને રણધીર ચૌહાણ વચ્ચે બીડી માંગવા બાબતે બોલાચાલી થઈ હતી, જે દરમિયાન રણધીર ચૌહાણે પ્રદિપ સરોજને માથામાં તેમજ હાથ અને પગમાં પણ લોખંડનાં સળીયાથી માર્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે. જે બાદ વિજય સરોજ સિવિલ હોસ્પિટલ પહોંચતા સવારે 9 વાગે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અંતે આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં રણધીર અનિલકુમાર ચૌહાણ ઉર્ફે છોટુ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નિકોલ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

 

આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તે અને મૃતક બન્ને મિત્રો હતા અને ઘટના બની તે રાત્રે બન્ને સાથે જમવા બેઠા હતા. જમ્યા બાદ બીડી માંગવા બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો, તેવામાં હાલ તો નિકોલ પોલીસે આરોપીની ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે.

(9:04 PM IST)