<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના નિવેદનથી વિવાદ: કોંગ્રેસે આક્રમક

કોંગ્રસે ભાજપના નેતાઓની ભાષા અને સંસ્કારો પર સવાલો ઉઠાવ્યા : બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું

વડોદરા જિલ્લાના પાદરાના ધારાસભ્ય (MLA) ચૈતન્યસિંહ ઝાલાએ એક સાર્વજનિક કાર્યક્રમમાં આપેલા નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે વિવાદ સર્જાયો છે. સરસવણી પંચાયત ઘરના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસ પાર્ટીને 'રાક્ષસ' ગણાવતા આકરા પ્રહારો કર્યા હતા. ચૈતન્યસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતાઓ વિકાસના કાર્યોમાં "હવનમાં હાડકા નાખવાનું" કામ કરી રહ્યા છે, જેના કારણે વિકાસકાર્યો અટકી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસે તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને ભાજપના નેતાઓની ભાષા અને સંસ્કારો પર સવાલો ઉઠાવ્યા છે. આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું

(12:34 AM IST)