ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 132.58 મીટરે પહોંચી, પાણી આવક 1.47 લાખ કયુસેક થઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં ફરીથી વધારો થયો છે. ઉપરવાસ માંથી 1.47 લાખ ક્યુસેક પાણીની આવક તથા ડેમના દરવાજા બંધ હોવાથી જળસપાટી વધીને 132.58 મીટર પર પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં 147703 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આરબીપીએચ માંથી 56229 અને સીએચપીએચ માંથી 9627 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. પાણીની આવકની સામે જાવક ઓછી હોવાના કારણે ડેમની સપાટીમાં વધારો થઈ રહયો છે. બંને પાવરહાઉસ માં ટર્બાઇનના સતત સંચાલનથી નદી અને કેનાલમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહ્યો છે. 31 જુલાઈએ ખોલવામાં આવેલા ડેમના દરવાજા 14 દિવસ બાદ બંધ કરવામાં આવ્યા છે. હાલમાં તમામ દરવાજા બંધ છે. ઉપરવાસમાં વરસાદ વધશે અને અન્ય ડેમોમાંથી પાણીની આવક થશે તો રૂલ લેવલ જાળવવા માટે ફરીથી દરવાજા ખોલી શકાય છે. 133 મીટર ની ઉપર જો સપાટી જશે તો દરવાજા ફરી ખોલવામાવસે. બે દિવસમાં ડેમની સપાટીમાં એક મીટર જેટલો વધારો થયો છે. ડેમમાં 7418 એમસીએમ પાણીનો સંગ્રહ થયેલો છે. હાલ ડેમ 80 ટકા ભરેલો છે. પાણીના જથ્થામાં વધઘટ નોંધાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
