<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ગુજરાતમાં હજુ ૪૬ લાખથી વધુ વાહનમાં HSRP નથી

હાઈસિક્‍યોરિટી રજિસ્‍ટ્રેશન પ્‍લેટ એચએસઆરપી ફરજિયાત હોવા છતાં અધકચરો અમલ HSRPમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે, ગુજરાતમાં માર્ચ-૨૦૨૫માં મુદત પૂરી થઈ ગઈ

અમદાવાદ,તા.૨૨: અમદાવાદ સહિત રાજ્‍યભરમાં એકતરફ ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી હેલમેટ નહીં પહેરવા બદલથી લઈને અન્‍ય ગુનાઓના ભંગ બદલ દંડ વસૂલ કરી રહી છે, પરંતુ રાજ્‍યમાં હજુ પણ ૪૬ લાખથી વધુ વાહનો એવા છે જેમાં ણ્‍લ્‍ય્‍ભ્‍ નંબર પ્‍લેટ લાગેલી નથી.

ગુજરાતમાં દરેક વાહનો ઉપર હાઈસિક્‍યોરિટી રજિસ્‍ટ્રેશન પ્‍લેટ (એચએસઆરપી) લગાવવી ફરજિયાત છે અને જૂના વાહનોમાં પણ તે લગાવવી પડે છે. તે ન હોય તો ટ્રાફિકના નિયમો પ્રમાણે દંડ પણ થઈ શકે છે. આ પ્‍લેટ કેવી રીતે લગાવવી તેની પદ્ધતિ પણ જાહેર થઈ હતી. એચએસઆરપીમાં ખાસ હોલોગ્રામ અને લેસર કોડ્‍સ હોય છે. અગાઉ રાજ્‍ય સરકારે અનેક વખત તે લગાવવાની મુદતમાં વધારો કર્યો હતો. છેલ્‍લે માર્ચ-૨૦૨૫ સુધી એચએસઆરપી નંબર પ્‍લેટ તમામ વાહનોમાં લગાવવી પડશે તેવી જાહેરાત કરાઈ હતી. તેમ છતાં કેન્‍દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે ૨૧ ઓગસ્‍ટે લોકસભામાં એક સવાલના જવાબમાં આપેલી માહિતી મુજબ, દેશના અનેક રાજ્‍યોમાં હજુ પણ મોટાપાયે વાહનોમાં આવી નંબર પ્‍લેટ લગાવાઈ નથી. તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં કુલ ૨,૬૮,૪૬,૩૬૮ નોંધાયેલા વાહનો છે. તેમાંથી ણ્‍લ્‍ય્‍ભ્‍ હોય તેવા વાહનો ૨,૨૨,૧૮,૭૮૮ છે. એટલે કે ૪૬,૨૭,૫૮૨ વાહનોમાં નંબર પ્‍લેટ નથી. જે કુલ વાહનોની સંખ્‍યાના ૧૭ ટકા થવા જાય છે.  જેની તરફ ટ્રાફિક પોલીસ કે વાહન વ્‍યવહાર વિભાગનું ધ્‍યાન કેમ જતું નથી તે સવાલ છે.

એચએસઆરપી નંબર પ્‍લેટ તમામ વાહનોમાં લગાવવાનું અભિયાન હજુ અધૂરું છે, પરંતુ ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. જમ્‍મુ-કાશ્‍મીરમાં ૬.૬૩ ટકા અને આસામમાં ૧૪.૭૦ ટકા વાહનોમાં નંબર પ્‍લેટ નથી. દેશના અનેક રાજ્‍યમાં સ્‍થિતિ ગુજરાત કરતા પણ વધુ ખરાબ છે. આંધ્રપ્રદેશમાં ૮૮ ટકા વાહનોમાં, કેરળમાં ૭૪.૫૫ ટકા, મધ્‍યપ્રદેશમાં ૭૩ ટકા, તામિલનાડુમાં ૬૮ ટકા, નાગાલેન્‍ડમાં ૬૬ ટકા, ગોવામાં ૬૬ ટકા, મહારાષ્ટ્રમાં ૫૩ ટકા, લક્ષદ્વીપમાં ૯૭ ટકા, દિલ્‍હીમાં ૫૩ ટકા, ઉત્તરપ્રદેશમાં ૪૪ ટકા, પંજાબમાં ૩૭ ટકા, રાજસ્‍થાનમાં ૩૩ ટકા વાહનોમાં એચએસઆરપી નથી.(૪૦.૧૪)

(10:04 AM IST)