<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ટિકિટના કાળાબજાર કરનારા સામે ‘ધી ગેમ્‍બલિંગ એક્‍ટ ના ગુના દાખલ થતાં'તા

અપર અને બાલ્‍કનીના કાળા બજાર કરનારા શખસોને પકડવા માટે પોલીસ સાદા ગણવેશમાં ટોકીઝ કંપાઉન્‍ડમાં વોચમાં રહેતી હતી દસ કા બીસ... દસ કા બીસ શોલે ૫૦ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતીઃ એક સમયે ટિકિટના કાળા બજારિયાંઓએ માઝા મૂકી હતી મલ્‍ટિપ્‍લેકસમાં એક સાથે અનેક સ્‍ક્રીન ઉપર મૂવી રિલીઝ થતાં હોવાથી ૨૫ વર્ષથી મૂવી ટિકિટના કાળા બજારના કેસ પોલીસ ચોપડે નોંધાયા નથી

વડોદરા,તા.૨૨: હિંદી ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીઝના મહાનાયક અમિતાભ બચ્‍ચન અને એગ્રી યંગ મેન ધર્મેન્‍દ્રની જય વિરુની જોડીને ફિલ્‍મ જગતમાં અમર કરનારી ફિલ્‍મ શોલે તા. ૧૪મી ઓગસ્‍ટ ૧૯૭૫ના રોજ દેશભરના સિનેમા હોલમાં રિલીઝ થઈ હતી. જેને ૨૦૨૫માં ૫૦ વર્ષ પુરા થયાં છે. સિંગલ સ્‍કીનના એ દોરમાં હિટ થયેલી ફિલ્‍મોની અપર અને બાલ્‍કનીની ટિકીટના કાળા બજાર થતાં હતાં સિનેમા હોલની બહાર ઉભા રહીને દબાયેલા હોઠે દસ કા બીસ... દસ કા બીસ..કહીને બ્‍લેકમાં ટિકીટ વેચનારા વ્‍યક્‍તિને પોલીસ પકડીને લઈ જતી હતી અને ધી ગેમ્‍બલિંગ એકટ ૧૨(એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવતો હતો. મલ્‍ટિપ્‍લેક્‍સના આ જમાનામાં એક સાથે અનેક સ્‍કીન ઉપર મુવી રિલીઝ થતી હોવાથી હવે ટિકીટના કાળા બજાર થતાં નથી. છેલ્‍લા ૨૫ વર્ષથી ટિકીટના કાળા બજાર કરવાની કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

આજના ડિજીટલ યુગમાં મોબાઈલ ફોખના ટકા સ્‍કીનથી જ ઓન લાઈન મુવી ટિકીટ બુક થઈ જાય છે. ભાગ્‍યે જ કેટલાક લોકો મલ્‍ટિપ્‍લેક્‍સમાં જઈને કાઉન્‍ટર ઉપરથી ટિકીટ ખરીઠ કરતાં હોય છે. પરંતુ ૧૯૭૫માં આ સુવિધાઓ ઉપલબ્‍ધ નહોતી. ત્‍યારે સિંગલ સ્‍કીન સિનેમા હોલ (ટોકિઝ) હતા. હાલમાં સેટેલાઈટ કન્‍ટેક્‍ટીવિટીથી મલ્‍ટિપ્‍લેક્‍સમાં મુવી રિલીઝ થાય છે. પરંતુ તે જમાનામાં પ્રોડયુસરો દ્વારા શહેરોમાં ફિલ્‍મની રીલ મોકલવામાં આવતી હતી. હિંદી સિનેમા જગતનો એ સુવર્ણકાળ હતો. તા.૧૪મી ઓગસ્‍ટ ૧૯૭૫ના દિવસે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્‍તારની અલંકાર ટોકિઝમાં શોલે રિલીઝ થઈ હતી. પહેલા સપ્તાહમાં જ ફિલ્‍મ હિટ થઈ હતી. ટિકીટના ધૂમ કાળા બજાર થતા હતા. ત્‍યારે કાળા બજારીયાઓને પકડવા માટે પોલીસ સાદા ગણવેશમાં ટોકિઝની બહાર ઉભી રહેતી હતી. ધી ગેમ્‍બલિંગ એક્‍ટ ૧૨(એ) મુજબ સેકન્‍ડ પાર્ટનો ગુનો દાખલ કરવામાં આવતો હતો. લગભગ ૨૦૦૦ની સાલથી મલ્‍ટિપ્‍લેક્‍સનો ઉદય થયો હતો. ત્‍યાર પછી એક સાથે અનેક સ્‍કીન ઉપર મુવી રિલીઝ થવા લાગ્‍યા હતા અને સમયાંતરે સિનેમા હોલની બહાર ઉભા રહીને ટિકીટના કાળા બજાર કરવાનો દોર પણ ઈતિહાસ બની ગયો છે. આજની યુવા પેઢી માટે આ આヘર્ય પમાડે તેવી બાબત હોઈ શકે છે. સમય બદલાતો ગયો અને સને ૨૦૨૩માં ભારતીય કાયદામાં ધરમૂળથી ફેરફાર થયાં અને ઈન્‍ડિયન પિનલ કોડ ભારતીય ન્‍યાય સંહિતા તરીકે ઓળખાય છે.

 ધી ગેમ્‍બલિંગ એક્‍ટમાં ૩ મહિના કેદ અને રૂા.૩૦૦ દંડની જોગવાઈ હતી

ધી ગેમ્‍બલિંગ એક્‍ટ ૧૨(એ) કાયદામા ૩ મહિના કેદની સજા અને રૂ. ૩૦૦ દંડની જોગવાઈ હતી. પોલીસ દ્વારા સેકન્‍ડ પાર્ટનો ગુનો નોંધવામાં આવતો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવતી હતી અને આ કેસમાં લાંબી તપાસ કરવાની રહેતી નહીં હોવાથી પોલીસ તરફથી અદાલત સમક્ષ ચાર્જશીટ પણ મુકી દેવામાં આવતી હતી. આ ગુનો જામીન લાયક હતો. ધી ગેમ્‍બલિંગ એક્‍ટ ૧૨ સાદી ભાષામાં જુગારધારા કહેવાય છે પરંતુ સેકશન એમાં મુવી ટિકીટના કાળા બજારની જોગવાઈ હતી.

(10:05 AM IST)