<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

મોડાસા-ધનસુરા સ્ટેટ હાઈવે પર હિન્દુપુરા પાસે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત બાદ ટ્ર્કમાં લાગી આગ: એકનુ મોત

ટ્રક પલટી ગયા બાદ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી :અકસ્માતમાં ઇકો ચાલકનું મોત

અરવલ્લીના મોડાસા-ધનસુરા સ્ટેટ હાઈવે પર હિન્દુપુરા પાસે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 1નુ મોત થયું છે. ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત બાદ ટ્રક રોડ સાઈડ પલટી મારી ગયું હતી. ટ્રક પલટી ગયા બાદ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માતમાં ઇકો ચાલકનું મોત થયું છે. ધનસુરા પોલીસ અને આસપાસ ગામના યુવકો ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ રાહત કામગીરી હાથ ધરી હતી.

(11:33 AM IST)