<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

આયાતી કપાસની ડયુટી રદ કરવાના નિર્ણયથી ખેડૂતો બરબાદ થશે

ઉપલેટા કિસાન સભા દ્વારા તંત્રને આવેદન અપાયુ

ઉપલેટા તા. રર :.. ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી ત્‍યારે ગુજરાતમાં કપાસનું વાવેતર ઘટી રહ્યાના સંકેતો મળી રહ્યા છે તેવા સમયે કેન્‍દ્ર સરકારે વિદેશથી આયાત થતા કપાસ ઉપરની ડ્‍યુટી ને ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી ની માફી આપવાના નિર્ણયથી વિદેશી સસ્‍તો કપાસ પુષ્‍કળ પ્રમાણમાં આયાત થશે તેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે નહીં સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં આક્રોશ થયો છે ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળવાને કારણે ખેડૂતો બીજા પાક તરફ વળી રહ્યા છે.

ખેડૂતો એ ઉત્‍પાદિત થતા કપાસના ભાવ સ્‍વામી નાથન સમિતિની ભલામણ મુજબ મળવા જોઈએ તે ની માંગણીઓ અંગે વારંવાર કેન્‍દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરી છે ટેકાના ભાવની ગેરંટી કાયદો આપવાનું વચન ખેડૂતોને આપેલ છે તે હજુ પૂરું થયેલ નથી તેવા સમયે કેન્‍દ્ર સરકારનો વિદેશી કપાસ આયાત થશે તેની ડ્‍યુટી માફ કરવામાં આવશે.

તે નિર્ણય ખેડૂતોને બરબાદ કરનારો છે એવું ખેડૂતો માની રહ્યા છે દેશભરના ખેડૂતો દ્વારા સંયુક્‍ત કિસાન મોરચાના નેતળત્‍વમાં વડાપ્રધાન સમક્ષ માંગ કરી છે કે ડ્‍યુટી રદ કરવાનો નિર્ણય પાછો ખેંચો તે જ ખેડૂતોના હિતમાં છે રાજકોટ જિલ્લા કિસાન સભા ના યુનિટ દ્વારા ઉપલેટામાં વડાપ્રધાન શ્રી ને સંબોધન કરતું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્‍યું  સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આવનારા સમયમાં ખેડૂતોના આંદોલન થશે.

ખેડૂતોએ સુત્રોચાર કરી ઉપલેટા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં કિસાન સભા ના રાજકોટ જિલ્લા પ્રમુખ કારાભાઈ બારૈયા લખમણભાઇ પાનેરા તથા  દેવનભાઈ વસોયા ખીમાભાઇ આલ ના નેતળત્‍વમાં ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:45 AM IST)