News of Friday, 22nd August 2025
અધિક કલેકટર કક્ષાના ૩ અધિકારીઓની બદલી : બી.એસ.બારડ જુનાગઢમાં

ગાંધીનગર, તા.રરઃ ગાંધીનગરઃ ગુજરાત સરકારના સામાન્ય પરીપાલન વિભાગ દ્વારા આજે મહત્વપૂર્ણ બદલીઓ અને નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. આ નોટિફિકેશનમાં ઉચ્ચ અધિકારિઓને નવી જવાબદારીઓની જાહેરાત કરાઈ છે.
શ્રી યુ.એસ. ચૌધરી, જે હાલમાં શાળા કમિશનરના કાર્યાલયમાં સંયુક્ત નિર્દેશક તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને નર્મદા-રાજપીપળા જિલ્લા ગ્રામીણ વિકાસ અધિકારી (ડી.આર.ડી.એ) તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ સ્થાને રહેલા શ્રીમતી પિનાકીની ભગોરા પાસેનો વધારાનો ચાર્જ હવે શ્રી ચૌધરીને સોંપાયો છે..
શ્રીમતી બી.એસ. બારડ, જે હાલમાં સુરત ઝોનમાં નોંધણીના એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહેલ છે, તેમને જૂનાગઢના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
આ પદ પર રહેલા કુ. કે.બી. પટેલ જે હાલમાં જૂનાગઢના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર હતા, તેમને ગાંધીનગરમાં મુખ્યમંત્રી હેલ્પલાઈન કો-ઓર્ડિનેશન યુનિટના નિર્દેશક તરીકે નિમણૂક આપવામાં આવી છે. (૯.૧પ)
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
