<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

કેન્‍સરના દર્દીને રેડીએશન માટેની અત્‍યાધુનિક ટુબીમ લીનીયર એકસીલરેટર સુવિધાનો પ્રારંભ

ગાંધીનગરની એપોલો હોસ્‍પિટલમાં ઉદઘાટન કરતા ઋષિકેશ પટેલ

રાજકોટ, તા., ૨૨ :  એપોલો હોસ્‍પિટલ, ભાટ, ગાંધીનગર ખાતે આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં ટ્રુબીમ લીનિયર એક્‍સિલરેટર ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્‍યો હતો.

આરોગ્‍ય મંત્રીશ્રીની અધ્‍યક્ષતામાં એપોલો કેન્‍સર સેન્‍ટર ખાતે યોજાયેલા આ સમારોહમાં ટ્રુબીમ ૩.૦ની મંત્રી શ્રી એ ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ.જેલ્‍સન કવલ્લાકટ પાસેથી વિગતે માહિતી મેળવી હતી.જે મુજબ ટ્રુબીમ ૩.૦ની મદદથી કેન્‍સરના દર્દીની સાર સંભાળમાં પરિવર્તન સાથે ચોકસાઈપૂર્વક ચોક્કસ નિદાન મેળવવું સરળ બનશે.

આ તકે આરોગ્‍ય મંત્રી શ્રી એ ટેકનોલોજી ના માધ્‍યમ થકી આરોગ્‍યમાં આવેલ નવીનતમ ક્રાંતિથી ખુશી વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, દિનપ્રતિદિન જે રીતે કેન્‍સરના દર્દીઓને ટેકનોલોજીની મદદ થી  ટ્રીટમેન્‍ટ આપવાની સુવિધા વધી રહી છે, તેમાં ટ્રુબિમ૩.૦ નવીનતમ ટેકનોલોજી સાથે કેન્‍સરના દર્દીને રેડીએશન આપવાની સરળ સુવિધા છે. સાથે જ ટ્રુબીમ ૩.૦ ની વિશેષતા એ છે કે, કેન્‍સરની ગાંઠ  હોય તે ભાગ સિવાય અન્‍ય ભાગને રેડીએશન ટ્રીટમેન્‍ટ દરમિયાન નુકસાન થતું નથી. ડોક્‍ટર્સના જણાવ્‍યા મુજબ શરીરના કોઈપણ મુવિંગ પાર્ટ્‍સમાં કેન્‍સરની ગાંઠ હોય ત્‍યારે પણ આવા મુવિંગ પાર્ટ્‍સ ની અંદર રેડીએશન આપવા પીન પોઇન્‍ટ કેલ્‍કયુલેટ કરી મૂળ જગ્‍યાએ થેરેપી આપવી આ ટેકનોલોજી દ્વારા સરળ બની રહેશે. એટલે ગુજરાત ભરમાંથી આવતા કેન્‍સરના દર્દીઓ માટે ઉત્તમ સારવાર સાથે  સર્જરી માટે ટ્રુબીમ ૩.૦ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

નવીન ટેકનોલોજીના ઉદઘાટન સમારોહ પ્રસંગે આરોગ્‍ય મંત્રીશ્રી સાથે એપોલો હોસ્‍પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ.જેલ્‍સન કવલાક્કટ,રેડિયેશન ઓન્‍કોલોજી વિભાગના વડા ડૉ. જે.પી. નીમા, સિનિયર કન્‍સલ્‍ટન્‍ટ રેડિયેશન ઓન્‍કોલોજી ડૉ. વિવેક બંસલ, કન્‍સલ્‍ટન્‍ટ રેડિયેશન ઓન્‍કોલોજી ડૉ. ચિરાગ અમીન સહિત એપોલો હોસ્‍પિટલ ના સ્‍ટાફ મેમ્‍બર્સ પણ જોડાયા હતા. (૪.૩૦)

(2:05 PM IST)