<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સના ઓનરરી સેક્રેટરી સુધાંશુ મહેતા ઉપર અભિનંદન વર્ષા

અમદાવાદ : ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝના માનદ સેક્રેટરી શ્રી સુધાંશુ મહેતા ઉપર તાજેતરમાં (૧૮ ઓગષ્‍ટે) જન્‍મદિવસે તેમના સેંકડો ચાહકો, આગેવાનો, સમાજના દરેક સ્‍તરના મહાનુભાવો તરફથી શુભેચ્‍છાનો ધોધ વહ્યો હતો. ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝના માધ્‍યમથી સુધાંશુભાઈ હરહંમેશ રાજયના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને નીતિ સર્જકો વચ્‍ચે સેતુરૂપ બની રહ્યા છે અને તેમની ભૂમિકા હંમેશા સકારાત્‍મક રહી છે. ખૂબ જ મળતાવડા, સૌમ્‍ય પ્રકૃતિના શ્રી સુધાંશુભાઈ મહેતા ઉપર (મો.૯૮૨૪૦ ૭૫૯૧૯) ઉપર અભિનંદનો વરસી રહ્યા છે.

અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અકિલાએ સુધાંશુભાઈને અંતરની શુભકામનાઓ પાઠવી છે.

(3:49 PM IST)