News of Friday, 22nd August 2025
યુવા ધનને બરબાદ કરવા નશાકારક સીરપનો કાળો કારોબાર રોકવા સુરત sog ને સફળતા
નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ટીમે ટોપ ગિયરમાં મૂકતા હાડોહાડ બંધાણીઓ માટે નવા રસ્તા ખુલ્લે તે પહેલા સ્પીડબ્રેકર મુકાયા : ફૂલપ્રૂફ પુરાવા માટે સીપી દ્વારા ડમી ગ્રાહક મોકલવાનુ સૂચન ફરી એક વખત મહત્વનું પૂરવાર. ડીસીપી રાજદીપસિંહ નકુમના સુપરવિઝનમાં મોટી કાર્યવાહી કરનાર sog પીઆઇ અશોક ચોધરી અકિલા સાથેની વાતચીતમાં વાયરલ અભિયાનની અંદરની વાતો વર્ણવે છે

રાજકોટ, તા., ૨૨: યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતા રોકવા માટે લોકોના સહયોગથી વડોદરાના પોતાના પ્રથમ કાર્યકાળથી સફળ અભિયાન ચલાવી ખાસ પ્રકારની વિદેશથી કીટ મંગાવી ઉપયોગ કરવા બદલ અન્ય રાજ્યની હાઈ કોર્ટ દ્વારા તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની નોંધ લેવામાં આવેલ તેવા આ પોલીસ કમિશનરે સુરતના વાલીઓની વ્યથા ધ્યાને રાખી આ પ્રશ્રે જબરજસ્ત અભિયાન ચલાવી રહ્યા છે . આટલી બાબતથી સંતોષ માનવાને બદલે યુવા ધનને નશાની ગર્તામાં ધકેલવા નશાકારક સીરપ અંગે તમામ પોલીસ મથક સાથે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમના નેતળત્વ હેઠળ SOG ને વિશેષ જવાબદારી આપવાનો નિર્ણય સફળ રહ્યો છે.
SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરી સહિતના પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા વિવિધ ટીમો શહેરમાં બાતમીદારો સાથે ફરી વળી છે, દરમિયાન ASI જલુભાઈ અને હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને પાંડેસરા વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાં નશાકારક સીરપ વેચાઈ રહ્યાની બાતમી મળી હતી, આ બાતમી અંગે અમોએ ખરાઈ કરીકરતા બાતમી સોલિડ હોવાનું જણાય આવતા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સૌમીલ પટેલને સાથી રાખી રેડ કરી હતી તેમ પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ છે.
પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીના કથન મુજબ આ બાબતે પોલીસ કમિશનરશ્રીનું ધ્યાન દોરતા તેઓ દ્વારા રેડ સફળ કરવા માટે ડમી ગ્રાહક મોકલી ફૂલપ્રૂફ પુરાવા એકઠા કરવા સૂચન આપેલ, જે ફરી એક વખત સફળ પુરવાર થયેલ છે , અભિષેક શાહ નામના પાંડેસરા વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધારકને ટ્રેપમાં સપડાવી લીધા હતા, પ્રાથમિક તબક્કે ૫૩ બોટલ મળી આવી છે. (૪.૩૫)
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
