<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું હલ્લાબોલ: બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે જોરદાર વિરોધ

સમગ્ર રાજ્યમાં આજે કોગ્રેસ દ્વારા વોટ ચોરી આક્ષેપને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

ગાંધીનગર : રાહુલ ગાંધીએ વોટચોરીના આક્ષેપ સાથે દિલ્હીમાં લડત ચલાવી છે, ત્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસે પણ હવે આ મુદ્દાને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો હતો. વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસે હલ્લાબોલ કરીને વિવિધ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યો હતો.

સમગ્ર રાજ્યમાં આજે કોગ્રેસ દ્વારા વોટ ચોરી આક્ષેપને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વોટ ચોરી મુદ્દે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો. મહારાષ્ટ્ર વોટ ચોરી મામલે કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં છે. સંવિધાન બચાવો દેશ બચાવો ,ઇલેક્શન કમિશન ચોર જેવા બેનરો લઈ ચાલુ વરસાદે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો હતો. વોટ ચોરી મુદ્દે અચાનક જ બધા પક્ષના નેતા, કોર્પોરેટરો અને કાર્યકરો સક્રિય થઈ ગયાં છે. કોંગ્રેસે જાહેર કરેલા 'વોટ ચોર, ગાદી છોડ'નો કાર્યક્રમ અંતર્ગત શુક્રવારે રાજ્યભરમાં દેખાવ કર્યો છે. વિરોધ પ્રદર્શન સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો તેમ છતાં કોંગ્રેસીઓ વરસતા વરસાદમાં પણ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું.

ગુજરાતમાં કોંગ્રેસ વોટ ચોરીના મામલે આક્રમક મૂડમાં જોવા મળી હતી. ત્યારે આજે  રાજ્યના અનેક શહેરોમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરતમાં રાજકારણીઓ અને પાટીદાર અનામત આંદોલન માટે એપી સેન્ટર એવા વરાછા રોડ, મીની બજારમાં કોંગ્રેસે વોટ ચોરી મુદ્દે દેખાવો કર્યા હતા. તો બીજી તરફ પંચમહાલ અને ગરબાના સરદાર નગર ખંડ નજીક 'વોટ ચોર, ગાદી છોડ'ના સૂત્રો સાથે કોંગ્રેસે દેખાવો કર્યા હતા.  

વોટ ચોર..ગાદી છોડ...! અભિયાનના ભાગરૂપે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવતા પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વોટ ચોર ! ગાદી છોડ ! અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે આજ રોજ શુક્રવારે ભાવનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના આગેવાન કાર્યકરો ઘરણા પર બેઠા હતા. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ સાથે ધરણા યોજવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા તમામ આગેવાનો કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.  કોંગ્રેસના કાર્યકરોએ વોટ ચોર ! ગાદી છોડના સુત્રોચ્ચાર કરાયા હતા. અને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. એક તબક્કે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. અને ચક્કાજામ પણ થઇ ગયો હતો. જિલ્લા કલેકટર કચેરી રોડ પર મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી નિલમબાગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. 

(7:12 PM IST)