<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ઓપરેશન ગંગાજળ અંતર્ગત અજમાયશી ખેતી અધિકારી મયંકકુમાર સીદપરાને તાત્કાલિક અસરથી પાણીચું અપાયું

એસીબીના રિપોર્ટ અને અજમાયશી તરીકેની નોકરી દરમિયાન નિષ્ઠાયુક્ત કામગીરીનો અભાવ નડ્યો

ગાંધીનગર : અજમાયશી ખેતી અધિકારી એવા હાલમાં ફરજ મોકૂફી હેઠળ રહેલા મયંકકુમાર પ્રવીણભાઈ સીદપરાની સેવા સમાપ્ત કરવા સરકારે નિર્ણય કર્યો છે 

જૂનાગઢ એસીબીની લૉન્ચ લેવા અંગેની ફરિયાદ ,કૃષિ, ખેડૂત કલ્યાણ સને સહકાર વિભાગની કારણદર્શક નોટિસ અને સીદપરાનો ખુલાસો બાદ ફરજ મોકૂફીના લંબાવવાઈ હતી તેવામાં  નોકરી દરમિયાન નિષ્ઠાયુક્ત કામગીરીનો અભાવ તેમજ લાંબાગાળાના ધોરણે ચાલુ રાખવાની શરતો સંતોષાતા ના હોય તેમજ સરકારી સેવામાં ચાલુ રાખવા યોગ્ય નહિ જણાતા હાલમાં ફરજ મોકૂફ અજમાયશી ખેતી અધિકારી મયંકકુમાર સીદપરાને તાત્કાલિક અસરથી પાણીચું અપાયું 

છે .

મોકુફ અજમાયશી ખેતી અધિકારી, વર્ગ-૨, મદદનીશ ખેતી નિયામક(જમીન ચકાસણી પ્રયોગશાળા)ની કચેરી, ઠાસરા, જિ.ખેડા-ની અજમાયશી તરીકેની નિમણૂકનો તાત્કાલિક અસરથી અંત લાવવાનો આથી હુકમ કરવામાં આવ્યો છે 

(9:12 PM IST)