News of Friday, 22nd August 2025
વોટ ચોરીના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનો દેખાવ
વોટ ચોર, ગાદી છોડ*ના નારા લગાવ્યાઃકોંગ્રેસે દેખાવ કરવા માટે જે સમય આપ્યો હતો તે સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો તેમ છતાં કોંગ્રેસીઓ વરસતા વરસાદમાં દેખાવ કરતા નજરે પડ્યાં હતા

સુરત, તા.૨૨
ગુજરાતમાં કોંગ્રેસ વોટ ચોરીના મામલે આક્રમક મૂડમાં જોવા મળી હતી. ત્યારે આજે (૨૨મી ઓગસ્ટ) સુરતમાં રાજકારણીઓ અને પાટીદાર અનામત આંદોલન માટે એપી સેન્ટર એવા વરાછા રોડ મીની બજારમાં કોંગ્રેસે વોટ ચોરી મુદ્દે દેખાવ કર્યો હતો. જ્યારે પંચમહાલ અને ગોધરાના સરદાર નગર ખંડ નજીક 'વોટ ચોર, ગાદી છોડ'ના સૂત્રો સાથે કોંગ્રેસ દેખાવ કર્યો હતો.
સુરત પાલિકાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. અચાનક જ બધા પક્ષના નેતા, કોર્પોરેટરો અને કાર્યકરો સક્રિય થઈ ગયાં છે. અત્યાર સુધી બે ચાર નેતાઓને બાદ કરતા સુસ્ત કોંગ્રેસ પણ સક્રિય થઈ ગઈ છે. સુરત પાલિકાની ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ અચાનક સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસે જાહેર કરેલા 'વોટ ચોર, ગાદી છોડ'નો કાર્યક્રમ અંતર્ગત શુક્રવારે સુરતના વરાછા વિસ્તારમાં દેખાવ કર્યો હતો. કોંગ્રેસે દેખાવ કરવા માટે જે સમય આપ્યો હતો તે સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો તેમ છતાં કોંગ્રેસીઓ વરસતા વરસાદમાં દેખાવ કરતા નજરે પડ્યાં હતા.
કોંગ્રેસના કાર્યકરોએ દેખાવ માટે પાટીદાર અનામત આંદોલન અને ભાજપ- આપ અને કોંગ્રેસ માટે એપી સેન્ટર બનેલા મીની બજાર સરદાર પ્રતિમા પાસેના માનગઢ ચોકની પસંદગી કરવામાં આવી હતી. પંચમહાલમાં વોટ ચોરી મામલે કોંગ્રેસ દ્વારા દેખાવ કર્યો હતો. ગોધરાના સરદાર નગર ખંડ પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 'વોટ ચોર, ગાદી છોડ'ના સૂત્રો સાથે દેખાવ કર્યો હતો. કોંગ્રેસી કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ અને તિરંગા સાથે વોટ ચોરી સામે દેખાવ કર્યો હતો.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
