News of Friday, 22nd August 2025
સામરપાડા ગામમાં નજીવી બાબતે દંપતીનો હુમલો, મારી નાંખવાની ધમકી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સામરપાડા ગામમાં કચરો નાંખવાની નજીવી બાબતે દંપતીએ હુમલો કરતા ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર શારદાબેન મથુરભાઇ વસાવા(રહે..સામરપાડા નાનુ ફળીયુ )નાઓ એ આપેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ તેમના પતિ મથુરભાઇ નાઓના પોતાના વાડામાં સુમિત્રાબેન ધીરુભાઈ વસાવા કચરો નાખવા માટે આવતા મથુરભાઇ એ જણાવેલ કે, તમે કચરો અમારા વાડામાં કેમ નાખો છો તેમ જણાવતા સુમિત્રાબેન એ તેમના પતિ ધીરૂભાઇ મારગીયાભાઇ વસાવા ને બુમો પાડી બોલાવીને મથુરભાઇ સુરજીભાઇ વસાવા ને વાસના ડંડા વડે ડાબા પગના જાંઘના ભાગે ડંડો મારી ગેબી ઇજાઓ કરી તથા ડાબા હાથમાં કલાઈના ભાગે ડંડા વડે મારી દેતા ડાબો હાથ ફ્રેકચર કરી શરીરે ઓછીવત્તી ઇજાઓ પહોચાડી ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરતા દેડિયાપાડા પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
