News of Saturday, 23rd August 2025
ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના પ્રવાહમાં વધારો : વડનગરના વાગડી ગામ નજીક 7 લોકો ફસાયા
તંત્ર દ્વારા આ લોકોને બચાવવા માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં સાબરમતી નદીની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. આથી, નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે
આ દરમિયાન ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના પ્રવાહમાં વધારો થયો છે. જેના કારણે વડનગરના વાગડી ગામ નજીક નદીના પ્રવાહમાં 7 લોકો ફસાયા હોવાની જાણકારી મળી છે. તંત્ર દ્વારા આ લોકોને બચાવવા માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિઓમાં નાગરિકોને નદીના કિનારે ન જવાની અને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે જેથી કોઈ અકસ્માત ન સર્જાય. આ ઘટનાએ ફરી એકવાર પુરના સમયે સાવચેતી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો છે
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
