<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી કેદી ફરાર થયો

લાજપોર જેલમાં હત્યાના આરોપમાં બંધ હતોઃપોલીસને ચકમો આપી આરોપી ફરાર થતા પોલીસ દોડતી થઈ છે કાલે પણ રેપનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થયો છે

સુરત, તા.૨૩

સુરતમાં સતત બીજા દિવસે કેદી ફરાર થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી કેદી ફરાર થયો છે. ઉત્તમ ઉર્ફે કાલુ સખારામ ભાગી છૂટ્યો છે. લાજપોર જેલમાં હત્યાના આરોપમાં બંધ આરોપીને સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લાવ્યા હતા. આરોપીએ મિત્રની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસને ચકમો આપી આરોપી ફરાર થતા પોલીસ દોડતી થઈ છે. કાલે પણ રેપનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થયો છે.

શહેરમાં પોલીસને ચકમો આપી બે આરોપીઓ ફરાર થતા પોલીસ અધિકારીઓ દોડતા થયા છે. બે દિવસમાં બે આરોપી ફરાર થતા પોલીસ સામે સવાલો ઉભા થયા છે. ગઈ કાલે આરોપીને કોર્ટમાં રજૂ કરતા ખેંચ આવતા આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી સારવાર દરમિયાન પોલીસની નજર ચૂકવીને ફરાર થતા પોલીસ દોડતી થી હતી. પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

એક આરોપી પોલીસના હાથમાંથી ફરાર થયા બાદ બીજા દિવસે પણ એક આરોપી ફરાર થયો છે. આ ઘટનાના પગલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. બે દિવસમાં બે આરોપીઓ ફરાર થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ આરોપીએ ત્રણ મિત્રોએ સાથે મળીને એકની મોબાઈલના ઝઘડામાં હત્યા કરી નાખી હતી. છાતીના ભાગે ચપ્પુના ઘા મારી કરી મિત્ર ની હત્યા હતી. હાલ લાજપોર જેલમાં હત્યાના આરોપસાર બંધ હતો.

 

(10:14 PM IST)