ડામરના ડમ્પર સાથે અથડાઇને બસ ભડકોઃ ૪ ભડથું : જુઓ વિડીયો : અમદાવાદથી મધુરમ્ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ સોમનાથ-તાલાલા તરફ જતી હતીઃ ૩૫થી વધુ મુસાફરો હતાં: દસેક મુસાફર દાઝ્યા-ઇજા પહોંચીઃ બાકીના તમામનો બચાવઃ બસ બળીને ખોખું થઇ ગઇઃ હાઇવે પર મરણચીસો ગાજી : સળગતી બસના રૂંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો જોવા મળ્યાઃ મુસાફરોની ચીસોથી રોડ ગાજ્યોઃ જે ચાર લોકો બળીને ભડથું થઇ ગયા તેની ઓળખ મેળવવા ડીએનએ કરાવવા પડે તેવી સ્થિતિઃ ફાયર બ્રિગેડ, પોલીસ, કલેક્ટર તંત્ર ખડેપગે રાતે એક દોઢેક વાગ્યે ચોટીલાના સાંગાણી ગામ પાસે ભયાનક અકસ્માત1:53 PM IST
ભયાનક દૂર્ઘટનામાં બચી ગયેલા-દાઝી ગયેલા તાલાલાના ફોૈજી, મેંદરડાની છાત્રા સહિત ૩ને રાજકોટ ખસેડાયા : બીજી ખાનગી બસના ડ્રાઇવર તાલાલાના નાગરાજભાઇ રાળાએ અનેક મુસાફરોને બચાવ્યાઃ તે બંને પગમાં દાઝી જતાં સારવારમાં: હાથ-પગમાં દાઝેલી વિધી જુનાગઢમાં બીસીએનો અભ્યાસ કરે છેઃ તેણે કહ્યું-અચાનક ધડાકો સંભળાયો, હું નીચેની બર્થમાં જાગતી હતી, બહાર ભડકો જોયો અને જીવ બચાવી ભાગીઃ બંગાળ ફરજ બજાવતાં સૈનિક નરેન્દ્રભાઇ રાઠોડ રજામાં વતન આવ્યા, અમદાવાદથી તાલાલા જવા સ્લીપર કોચમાં બેઠા હતાં: મોટા ભાગના મુસાફરો સુતા હતાં ત્યારે ભયંકર ઘટના બની ગઇ11:40 AM IST
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ સંભાળ્યા પછી સુવેન્દુ અધિકારી એક્શનમાં : બુલડોઝર-ચૂંટણી હિંસા સહીત અનેક મોટા નિર્ણયો : ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરના અવાજને મર્યાદિત કરવા, જાહેર રસ્તાઓ પર ધાર્મિક કામ કરવા પર પ્રતિબંધ મૂકવા, શાળાઓમાં `વંદે માતરમ` ગાવાનું ફરજિયાત બનાવવા અને 2021 ની વિધાનસભા ચૂંટણી પછી થયેલી રાજકીય હિંસા સંબંધિત ફાઇલો ફરીથી ખોલશે 12:03 AM IST
"તાત્કાલિક પગલાં લો," આવું કેમ બોલ્યા રોબર્ટ કિયોસાકી: સમજાવ્યું કે પૈસા કોણ ચોરી કરશે : X પર એક લાંબી પોસ્ટ. : રિચ ડેડ, પુઅર ડેડ" ના લેખક, રોબર્ટ કિયોસાકીએ X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે વધતી જતી ફુગાવા, યુદ્ધ અને સરકારી દેવું લોકોની બચતની ખરીદ શક્તિને ઘટાડી શકે :સોના, ચાંદી, બિટકોઇન અને ઇથેરિયમ જેવી સંપત્તિમાં રોકાણની પણ હિમાયત કરી: 2026-27માં મોટા બજાર ક્રેશની ચેતવણી આપી.11:53 PM IST
મહારાષ્ટ્રમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓની બાઇક ટેક્સી સેવાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશો જારી : રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે કાર્યરત ઓનલાઈન બાઇક ટેક્સી સેવાઓ સામે એક મોટું પગલું: ઓનલાઈન કેબ અને બાઇક ટેક્સી સેવાઓના વધતા પ્રભાવથી પરંપરાગત રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોની આજીવિકા પર ગંભીર અસર પડી11:26 PM IST
અમેરિકાના દરિયાકાંઠે રહસ્યમયી ગતિવિધિ : યૂએફઓ (UFO) ટ્રેકર એપ દ્વારા હજારો અજ્ઞાત પાણીની અંદરની વસ્તુઓ શોધી કાઢવામાં આવી : સમુદ્રના પેટાળમાં છુપાયેલા રહસ્યો પરથી ઉઠતો પડદો : યુએસ શોર્સ પાસે હજારોની સંખ્યામાં 'અનઆઈડેન્ટિફાઈડ અંડરવોટર ઓબ્જેક્ટ્સ' દેખાતા સંરક્ષણ નિષ્ણાતો અને વિજ્ઞાનીઓમાં ભારે કુતૂહલ11:25 PM IST
₹૪,૫૦૦,૦૦૦ નો સોદો, દોઢસો વિદ્યાર્થીઓ, અને સોશિયલ મીડિયાનો ખેલ: NEET પેપર લીકનું કાવતરું કેવી રીતે ઘડાયું? : રાજસ્થાન SOG અનુસાર, લીક થયેલ NEET-UG ૨૦૨૬ પેપર આશરે ૧,૦૦૦ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું:સીકરના કારકિર્દી સલાહકાર રાકેશ માંડવરિયાએ ટેલિગ્રામ દ્વારા ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ પૂરી પાડી 11:05 PM IST
હોર્મુઝ સંકટ સામે ભારતનું બ્રહ્માસ્ત્ર: ઓમાનથી ગુજરાત સુધી સમુદ્ર નીચે 2000 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇન નાખશે : મધ્ય પૂર્વના દેશો સાથે સીધો સંપર્ક સાધવા માટે ₹40,000 કરોડના ખર્ચે આ વિશાળ મેગા પ્રોજેક્ટથી ભારતને ઓમાન, યુએઈ, સાઉદી અરેબિયા, ઈરાન અને કતાર જેવા દેશોના અંદાજે 2,500 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસના ભંડારનો લાભ મળશે.10:20 PM IST
ન્યાયતંત્ર વિરુદ્ધ ‘સોશિયલ વોર’: કેજરીવાલ સહિત AAPના 5 દિગ્ગજો હવે કાનૂની સકંજામાં : દારૂ કૌભાંડની તપાસ વચ્ચે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા પર કાદવ ઉછાળવાના પ્રયાસો બદલ હાઈકોર્ટ લાલચોળ : એડિટેડ વીડિયો અને બદનક્ષીભર્યા અભિયાનને ન્યાયતંત્ર પરના હુમલા સમાન ગણાવી ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરાઈ10:17 PM IST
ડેનમાર્કનું 'ફ્લેક્સિક્યુરિટી' મોડલ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે નોકરીઓ ગુમાવવાનો ડર દૂર કરવા માટે ભારત માટે ઉત્તમ પાઠ : નવી ટેકનોલોજીના આગમન વચ્ચે રોજગાર સુરક્ષા અને સામાજિક સુરક્ષાનું અનોખું સંતુલન : એઆઈના યુગમાં શ્રમિકોના કૌશલ્ય વિકાસ અને નવી તકો માટે ડેનિશ મોડલ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે9:32 PM IST
કેરળમાં ૧૦ વર્ષ બાદ ડાબેરીઓના કિલ્લામાં ગાબડું: વી.ડી. સતીસન બનશે નવા મુખ્યમંત્રી, શશી થરૂરે કહ્યું- "આ માત્ર એક વ્યક્તિની નહીં, આખી ટીમ UDFની જીત છે" : ૧૪૦માંથી ૧૦૨ બેઠકો જીતીને કોંગ્રેસ ગઠબંધને રચ્યો ઇતિહાસ: શશી થરૂરે સતીસનને ગણાવ્યા સમર્પિત નેતા, નવા મુખ્યમંત્રીએ ‘નવા કેરળ’ના નિર્માણ માટે કમર કસી9:28 PM IST
હિંદ મહાસાગરમાં ચીનની ‘ઘેરાબંધી’ તોડવા ભારતનો માસ્ટર પ્લાન: ગ્રેટ નિકોબાર બનશે ‘અભેદ્ય કિલ્લો’, ૮૧,૦૦૦ કરોડના પ્રોજેક્ટથી ડ્રેગનની ઊંઘ હરામ : મલક્કા સ્ટ્રેટ પર નજર રાખતું ગ્રેટ નિકોબાર ‘ઇન્ડો-પેસિફિક’નું નવું પાવર સેન્ટર: ટ્રાન્સશિપમેન્ટ બંદર અને લશ્કરી એરબેઝ દ્વારા ભારત દરિયાઈ માર્ગો પર જમાવશે વર્ચસ્વ, ઇતિહાસના સૌથી મોટા વ્યૂહાત્મક પરિવર્તનની તૈયારી9:27 PM IST
હાઇવે પર હવે નહીં લાગે લાઈનો, ગાડીઓ રોક્યા વગર જ કપાઈ જશે ટોલ: મોદી સરકારનો માસ્ટર પ્લાન ‘મલ્ટી-લેન ફ્રી ફ્લો’ (MLFF) દર વર્ષે બચાવશે ૨,૫૦૦ મિલિયન લિટર ઇંધણ : ટોલ ગેટના અવરોધો દૂર કરી ૧૦૦ની ઝડપે પસાર થશે વાહનો: નીતિન ગડકરીએ ગુજરાતમાં શરૂ કર્યો દેશનો પ્રથમ ‘બેરિયર-ફ્રી’ પ્લાઝા, વાર્ષિક રૂ. ૬,૦૦૦ કરોડની થશે બચત9:27 PM IST
ટેક જગતમાં AI નો કહેર: દિગ્ગજ કંપની સિસ્કો ૪,૦૦૦ કર્મચારીઓની કરશે છટણી, નવી ટેકનોલોજી પાછળ અબજોનું રોકાણ કરવા બનાવ્યો માસ્ટર પ્લાન : વૈશ્વિક કાર્યબળમાં ૫ ટકાનો ઘટાડો: CEO ચક રોબિન્સે ‘AI યુગ’માં ટકી રહેવા માટે શિસ્તબદ્ધ રોકાણ પર આપ્યો ભાર, અસરગ્રસ્તોને અપાશે વિશેષ આર્થિક પેકેજ અને ટ્રેનિંગ9:23 PM IST
ન્યૂ યોર્કના એક રેમેન સ્ટોલ ઉપરથી ચાલતો હતો ચીનનો ‘જાસૂસી અડ્ડો’: અમેરિકામાં ડ્રેગનનો ભયાનક ખેલ ખતમ, હજારો કિમી દૂર બેસીને વિરોધીઓ પર રખાતી હતી બાજ નજર : અમેરિકન કોર્ટે ચીની એજન્ટ લુ ઝિયાનવાંગને ઠેરવ્યો દોષિત: FBI ની તપાસ શરૂ થતા જ પુરાવા નષ્ટ કરવાનો થયો પ્રયાસ, શું વિશ્વના ૫૩ દેશોમાં ચીને ફેલાવ્યું છે આવું જ ખતરનાક નેટવર્ક?9:22 PM IST
શું અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ અનિવાર્ય છે? બેઇજિંગમાં શી જિનપિંગે ટ્રમ્પ સામે કેમ છેડ્યો ‘થુસીડાઇડ્સ ટ્રેપ’નો રાગ? જાણો બે મહાસત્તાઓ વચ્ચેના આ ખતરનાક મનોવૈજ્ઞાનિક ખેલનો અસલી અર્થ : ઇતિહાસના ૨૫૦૦ વર્ષ જૂના પાઠ દ્વારા શી જિનપિંગની ટ્રમ્પને મોટી ચેતવણી: વધતી જતી ચીની શક્તિ અને અમેરિકાનો ડર ક્યાંક વિશ્વને વિનાશક સંઘર્ષ તરફ તો નહીં ધકેલી દે ને? પ્રમુખ શી એ કહ્યું- "આ છટકું અનિવાર્ય નથી"9:21 PM IST
NEET-UG પેપર લીકનો હચમચાવનારો ખુલાસો: જયપુરનો ‘બિવાલ પરિવાર’ તપાસના રડારમાં, પુણેથી શરૂ થયેલી કુરિયર અને વોટ્સએપની ‘લીક ચેઇન’નો CBI એ કર્યો પર્દાફાશ : પેપર લીકનું નેટવર્ક રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર સુધી ફેલાયું: સીકરના વ્હિસલબ્લોઅરના એલર્ટથી ફૂટ્યો ભાંડો, આરોપીનો જેલ જતી વખતે ગંભીર આક્ષેપ- "મોટા માથાઓને બચાવવામાં આવી રહ્યા છે"9:20 PM IST
ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક સવાલ: "જો કમિશનરો આઝાદ નહીં હોય, તો ચૂંટણી મુક્ત અને ન્યાયી કઈ રીતે ગણાશે?" : પસંદગી સમિતિમાં ‘તટસ્થ વ્યક્તિ’ના અભાવે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ખખડાવ્યું: વિપક્ષના નેતાની હાજરી શું માત્ર ‘સુશોભન’ માટે છે? વડાપ્રધાન સામે કેબિનેટ મંત્રી કઈ રીતે થઈ શકે વિરોધી?9:20 PM IST
બેઇજિંગમાં એલોન મસ્કનો ‘દેશી પ્રવાસી’ અવતાર: ટ્રમ્પ અને શી જિનપિંગની ગંભીર મુલાકાત વચ્ચે મસ્ક ફોન લઈને ગોળ-ગોળ ફરતા વાયરલ, વીડિયો જોઈ લોકોએ કહ્યું- "આ તો નાનું બાળક છે!" : જુઓ વિડીયો : હાઈ-પ્રોફાઈલ ડિપ્લોમેટિક ઈવેન્ટમાં મસ્કની મસ્તી: ચીની પરિચારિકા સામે વિચિત્ર હાવભાવ અને ૩૬૦-ડીગ્રી વીડિયો શૂટિંગે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, ટિમ કૂક સાથેની તસવીરો પણ ટ્રેન્ડમાં9:18 PM IST
બ્રિટનના રાજકારણમાં મહાસંકટ: આરોગ્ય સચિવ વેસ સ્ટ્રીટિંગનું ધડાકાભેર રાજીનામું, પીએમ કીર સ્ટારમર સામે બળવો કરી કહ્યું- ‘હવે તમારામાં વિશ્વાસ રહ્યો નથી’ : ચૂંટણીમાં લેબર પાર્ટીના સૂપડા સાફ થયા બાદ પક્ષમાં ભંગાણ: ૪૫૦ બેઠકો ગુમાવતા ૯૦ જેટલા સાંસદોએ વડાપ્રધાન પાસે માંગી વિદાય, બ્રિટિશ સરકાર પર તૂટી પડ્યું સંકટનું વાદળ9:17 PM IST
બેઇજિંગમાં ટ્રમ્પનું ‘દિલ જીતનારું’ ભાષણ: ‘બાસ્કેટબોલ, બ્લુ જીન્સ અને ચાઇનીઝ ફૂડ’ દ્વારા વર્ણવ્યા અમેરિકા-ચીન સંબંધોના ઊંડા મૂળ, શી જિનપિંગ સાથે દોસ્તીની નવી મિસાલ : રાજકીય તણાવ વચ્ચે સાંસ્કૃતિક સેતુ બાંધવાનો પ્રયાસ: અમેરિકામાં પાંચ મોટી ફાસ્ટ-ફૂડ ચેઇન કરતા પણ વધુ ચાઇનીઝ રેસ્ટોરન્ટ્સ હોવાનો ટ્રમ્પે કર્યો ઉલ્લેખ, સહિયારા ઇતિહાસ અને આર્થિક સંબંધોની પ્રશંસા કરી9:15 PM IST
અમેરિકાના ૧૭ ‘કોર્પોરેટ માંધાતા’ ટ્રમ્પ સાથે બેઇજિંગના દરબારમાં: NVIDIA થી લઈને ગોલ્ડમેન સૅક્સ સુધીના CEOs કેમ ચીન પહોંચ્યા? જાણો અબજો ડોલરના આ ખેલ પાછળનું અસલી કારણ : AI બજાર અને ચીની બચત પર વોલ સ્ટ્રીટની નજર: એલોન મસ્ક, ટિમ કૂક અને જેન્સેન હુઆંગ જેવા ટેક ટાઇટન્સની હાજરીથી રાજદ્વારી મિશન ‘બિઝનેસ મીટિંગ’માં ફેરવાયું9:16 PM IST
અમેરિકામાં H-1B વિઝા કૌભાંડનો પર્દાફાશ? ટેક્સાસની યુટ્યુબરે ભારતીય મૂળના બિઝનેસમેનને ‘ભૂતિયા ઓફિસ’ મુદ્દે ઘેર્યા, હાઈ-વોલ્ટેજ ડ્રામાના દ્રશ્યો સર્જાયા : ‘તમે નકલી ઓફિસો ચલાવી વિઝા વેચો છો’: પત્રકાર સારા ગોન્ઝાલેસના ગંભીર આરોપો સામે નાગાર્જુન રેડ્ડીનો પલટવાર, તપાસ એજન્સીઓ એક્શનમાં આવતા ફફડાટ9:13 PM IST
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ૧,૩૫૦ કર્મચારીઓની છટણીથી ખળભળાટ: ભારતીય મૂળના સાંસદ અમી બેરા અને પ્રમિલા જયપાલે ટ્રમ્પ વહીવટીતંત્રને લીધું આડે હાથ : રાજદ્વારી અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમાવવાનો આરોપ: છટણીના માપદંડો પર વિરોધાભાસી નિવેદનોથી ડેમોક્રેટ્સ લાલઘુમ, ‘મિશન કે મેરિટ’ મુદ્દે વહીવટીતંત્ર પાસે માંગ્યા સ્પષ્ટ જવાબો9:12 PM IST
દેશના વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : સોનાની આયાત પરની ડ્યુટી વધાર્યા બાદ હવે આયાતના નિયમોમાં પણ કર્યો ભારે કરતો વધારો : ન્યૂઝફર્સ્ટ : જ્વેલરી નિકાસકારો માટે ડ્યુટી ફ્રી સોનાની આયાત પર લાગી ૧૦૦ કિલોની મર્યાદા : નવા અરજદારોના એકમોનું ફરજિયાત નિરીક્ષણ કરાશે : જૂના નિકાસકારોએ નવી પરવાનગી માટે ૫૦ ટકા નિકાસ લક્ષ્યાંક પૂરો કરવો અનિવાર્ય8:43 PM IST
ન્યૂ યોર્ક: મોતને મ્હાત આપી પાછા ફર્યા રૂડી ગિયુલિયાની: કોમામાં હતા ત્યારે થયો ‘સ્વર્ગ’નો અનુભવ, દિવંગત મિત્રએ આવીને બચાવ્યો જીવ! : ‘અમેરિકાના મેયર’નો ચમત્કારિક પુનર્જન્મ: ન્યુમોનિયા સામેની જંગ જીત્યા બાદ ગિયુલિયાનીનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ‘મેં સેન્ટ પીટરની અદાલત અને સ્વર્ગનો દરવાજો જોયો’7:56 PM IST
NYU કેમ્પસમાં નફરતનું વરવું પ્રદર્શન: યહૂદી પરોપકારી દાતાના નામવાળી બિલ્ડિંગ પર જ ફરકાવવામાં આવ્યો ‘સ્વસ્તિક’ ધ્વજ, ગ્રેજ્યુએશનના ઉત્સાહ વચ્ચે ફેલાયો ફફડાટ : ગ્રેજ્યુએશન વીકની ઉજવણીમાં વિઘ્ન: હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર સામે નાઝી પ્રતીકો લહેરાવવામાં આવ્યા, યુનિવર્સિટી પ્રશાસન અને NYPD એ તપાસના ચક્રો ગતિમાન કર્યા7:54 PM IST
કેન્સરની સારવારમાં ભારતીય ડૉક્ટરોનો દબદબો: અમેરિકામાં ડૉ. સંદીપ ગ્રાન્ડે અને ડૉ. ઉર્વી શાહનું બહુમાન, ‘૪૦ અંડર ૪૦’ એવોર્ડથી નવાજાયા : ૨,૮૦૦ ઉમેદવારોને પછાડી મેળવ્યું સ્થાન: હાર્વર્ડ અને સ્લોન કેટરિંગ સાથે જોડાયેલા આ બંને ઓન્કોલોજિસ્ટ્સે સંશોધન અને દર્દીઓની સેવા ક્ષેત્રે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું7:55 PM IST
ચીન-અમેરિકા વચ્ચે યુદ્ધના વાદળો કે નવી મૈત્રી? શી જિનપિંગે ટ્રમ્પ સામે ઉચ્ચાર્યો ‘થુસીડાઇડ્સ ટ્રેપ’નો મંત્ર, શું દુનિયા વિનાશ તરફ જઈ રહી છે? : બેઇજિંગમાં ઐતિહાસિક સમિટ: “સદીમાં એકવાર આવતા પરિવર્તનનો સમય”, શી જિનપિંગે વૈશ્વિક અશાંતિ વચ્ચે ટ્રમ્પને ‘મિત્ર’ ગણાવી શાંતિનો માર્ગ શોધવા કર્યો અનુરોધ7:53 PM IST
બેઇજિંગમાં ટ્રમ્પનો ‘સિંહ’ જેવો ઠાઠ: શી જિનપિંગ સાથેની મુલાકાતમાં દેખાયો ‘પાવર મૂવ’ અને ‘સાચો પ્રેમ’, બોડી લેંગ્વેજ નિષ્ણાતનો મોટો ખુલાસો : “તેઓ જંગલના રાજા છે”: ટ્રમ્પના લશ્કરી અંદાજ અને હૂંફભર્યા વ્યવહારે વિશ્વનું ધ્યાન ખેંચ્યું, ૨૦૧૭ પછીની પ્રથમ ચીન મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે અદભૂત ‘કેમિસ્ટ્રી’ જોવા મળી7:52 PM IST
અમેરિકા જવા માંગતા ભારતીયોને મોટો ફટકો: જૂન ૨૦૨૬ ના વિઝા બુલેટિનમાં ગ્રીન કાર્ડની પ્રતીક્ષા વધુ લાંબી થઈ, EB-1 અને EB-2 તારીખોમાં મોટો ઘટાડો : બેકલોગમાં વધારો: ઉચ્ચ માંગને કારણે વિઝા તારીખો પાછળ ખસેડવામાં આવી, આગામી મહિનાઓમાં ગ્રીન કાર્ડ મળવું વધુ મુશ્કેલ બનશે, જાણો તમારી શ્રેણીની નવી સ્થિતિ7:53 PM IST
લશ્કર-એ-તૈયબાના વધુ એક સિનિયર કમાન્ડર મીર શુક્ર ખાન રઈસાનીની પાકિસ્તાનના ક્વેટામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા : ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવા, આતંકીઓની ભરતી કરવા અને ટ્રેનિંગ કેમ્પ ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર લશ્કર-એ-તૈયબાના સિનિયર આતંકી કમાન્ડરને બલૂચિસ્તાનમાં ઠાર મરાયો. હત્યાના એક દિવસ અગાઉ જ તેણે એલઈટી (LeT) ના કાર્યક્રમમાં હાજરી આપી હતી.6:34 PM IST
આપણે હરીફ નહીં, વિશ્વને બદલનારા ભાગીદારો છીએઃ જિંનપિંગ અને ટ્રમ્પની જુગલબંધી : બે મોટા દેશો વચ્ચે અનિવાર્ય સંઘર્ષની સ્થિતિ ટાળીને ભાગીદારીના નવા યુગની શરૂઆત કરવા પર બંને નેતાઓનો ભાર : બેઇજિંગમાં ‘પાવર પેક' મુલાકાત : વૈશ્વિક અર્થતંત્ર અને રાજનીતિના બે મહાશક્તિઓ વચ્ચેના સંબંધોમાં નવી ઉષ્મા4:05 PM IST
ટ્રમ્પ-જિનપિંગની હાઈ-પ્રોફાઈલ બેઠકમાં દોસ્તી અને ચેતવણીનો અનોખો સંગમ : 10 વર્ષ બાદ અમેરિકી રાષ્ટ્રપતિની ચીન મુલાકાતથી વિશ્વમાં ભારે ઉત્તેજના : તાઈવાન મુદ્દે શી જિનપિંગની અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ગંભીર ટકોર : ભવ્ય સ્વાગત વચ્ચે જૂના વિવાદો અને નવી શરતોને કારણે બેઈજિંગમાં રાજકીય ગરમાવો વધ્યો1:58 PM IST
ભારતમાં EV ચાર્જિંગ થશે સરળ :કેન્દ્ર સરકાર “યુનિફાઇડ ભારત ઇ-ચાર્જ” (UBC) નામનું નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરશે : ઇલેક્ટ્રિક વાહન ચાલકોને હવે અલગ અલગ કંપનીઓની એપ્સ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે એક જ એપ દ્વારા EV યુઝર્સ નજીકના સ્ટેશન શોધી, સ્લોટ બુક કરી, વાહન ચાર્જ કરી અને ડિજિટલ પેમેન્ટ પણ કરી શકશે. 6:37 PM IST
વડાપ્રધાનની ઇંધણ બચાવવાની અપીલ બાદ કેન્દ્ર સરકારના કેપેસિટી બિલ્ડિંગ કમિશન દ્વારા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની મહત્વની જાહેરાત : દિલ્હીની બહાર પ્રવાસ કરવા પર મુકાયો સંપૂર્ણ પ્રતિબંધ : દેશમાં પ્રવર્તતી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને સપ્તાહમાં બે દિવસ ઘરેથી કામ કરવાની છૂટ અપાઈ પરંતુ ઓફિસમાં ૫૦ ટકા સ્ટાફની હાજરી અનિવાર્ય રહેશે : તમામ શારીરિક કાર્યક્રમો કે વર્કશોપ રદ કરીને માત્ર ઓનલાઇન માધ્યમથી જ મીટિંગો યોજવા આદેશ 5:13 PM IST
રેડ ફોર્ટ બ્લાસ્ટ કેસ: NIAની 7,500 પાનાની ચાર્જશીટ, AQISના ઑફશૂટ AGuHના 10 આરોપીઓ સામે કેસ, માસ્ટરમાઇન્ડ ડૉ. ઉમર બ્લાસ્ટમાં માર્યો ગયો : ‘ઓપરેશન હેવનલી હિંદ’ હેઠળ કાર બોમ્બથી 11ના મોત, 10 નવેમ્બર 2025ના હુમલામાં TATP વિસ્ફોટક વપરાયું; પુલવામાના ડૉ. ઉમર સહિત 4 ડૉક્ટર, મુફ્તી અને અન્ય આરોપી – દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ4:47 PM IST
ચૂંટણી પંચની મોટી જાહેરાત: SIR ફેઝ-3 અંતર્ગત 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારયાદીનું ખાસ સઘન સુધારણા, દિલ્હી-મહારાષ્ટ્ર સહિત 36 કરોડથી વધુ મતદારોને આવરશે : 30 મેથી ઘરે-ઘરે મુલાકાત લઈને ચકાસણી શરૂ, 3.94 લાખ BLO અને 3.42 લાખ BLA જોડાશે; હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બરફ અને વસ્તીગણતરીને કારણે તારીખો પાછળથી જાહેર થશે3:51 PM IST
પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે રાહતના સમાચાર: ભારત આવતું 15મું LPG ટેન્કર MV Sunshine હોર્મુઝની ખાડી સુરક્ષિત પાર, નૌસેનાની દેખરેખ હેઠળ અમદાવાદ તરફ : સતત 15મું જહાજ સફળતાપૂર્વક પહોંચ્યું, ઇરાનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું- શાંતિ સ્થપાશે તો હોર્મુઝ વધુ સુરક્ષિત બનશે; અમદાવાદમાં ઘરેલુ LPG સિલિન્ડર ₹920, કોમર્શિયલ ₹3,0913:40 PM IST
પૂ.જલારામબાપાના ધર્મપત્ની પૂ.વીરબાઈમાના પ્રાગટય(જન્મ) સ્થળના પુનઃનિર્માણનો પ્રારંભઃ ભૂમિપૂજન : પૂ.જલારામ બાપાની ગુરૂ ગાદી ભોજલરામ ધામ ફતેપુરના શ્રી ભક્તિરામબાપુ ભાણ સાહેબની જગ્યા કમીજળાના મહંત શ્રી જાનકીદાસ બાપુ,ગઢસીસા જગ્યાના પૂ.ચંદુમા વિરપુર જલારામબાપા પરિવારના શ્રી ભરતભાઈના હસ્તે ભૂમિ પૂજન અને શીલાપૂજન 3:32 PM IST
માણસો માટે પ્રતિબંધિત દુનિયા: દક્ષિણ બ્રાઝિલનો રહસ્યમય 'સ્નેક આઇલેન્ડ' જ્યાં એક ચોરસ મીટરે એક ઝેરી સર્પ, માત્ર નૌસેના અને વૈજ્ઞાનિકોને જ પ્રવેશ : Ilha da Queimada Grande પર ફક્ત ગોલ્ડન લાન્સહેડ વાઇપરનું સામ્રાજ્ય, 11 હજાર વર્ષથી મુખ્યભૂમિથી અલગ પડેલા ટાપુ પર 2 થી 4 હજાર અત્યંત ઝેરી સાપ; દંતકથાઓથી લઈને દીપગૃહના રક્ષકના રહસ્યમય મોત સુધીની કહાની3:27 PM IST
કલકત્તા હાઈકોર્ટમાં મમતા બેનર્જી સામે વકીલોનો ભારે વિરોધ - 'ચોર-ચોર'ના નારા : કોર્ટ પરિસરમાં ધક્કામુક્કી અને હોબાળો : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસાના કેસમાં પેરવી કરવા પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રીને વકીલોએ ઘેર્યા : મમતા બેનર્જીએ કોર્ટમાં વકીલો પર માર માર્યાનો આક્ષેપ કરતા કહ્યું, "બંગાળ કોઈ બુલડોઝર સ્ટેટ નથી"2:31 PM IST
પાકિસ્તાની આતંકવાદી શહજાદ ભટ્ટીના અટકી નેટવર્ક સામે મોટું ઓપરેશન :દેશભરમાં દરોડા: 500 થી વધુ શંકાસ્પદ લોકો રડારમાં : ISI ના ઈશારે ભારતીય યુવાનોના બ્રેઈનવોશિંગનું મોટું કાવતરું: દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોમાં પોલીસનું સર્ચ ઓપરેશન: આતંકી હેન્ડલર્સ આબિદ જટ્ટ અને અજમલ ગુજ્જર એજન્સીના રડાર પર1:56 PM IST
સમાચારમાં ભૂલ સુધારા અંગેની સ્પષ્ટતા : મહેસાણાની સર્વોદય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક કાર્યરત છે : લાયસન્સ રદ થયાના સમાચાર મુંબઈની બેંકના હતા : અગાઉ પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં બેંકના નામ અને સરનામામાં ક્ષતિ રહી હતી : મહેસાણાની બેંકની પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચાડવા અપીલ સાથે સાચી વિગત જાહેર કરાઈ11:39 AM IST
રિસાયેલી પત્ની પણ ચપટી વગાડતામાં માની જશે! ૬૧ વર્ષ જૂનું એ ગીત જે આજે પણ છે રોમાન્સનું અસલી સોંગ : ‘‘અય મેરે ઝોહરા જબીં, તુઝે માલૂમ નહીં, તુ અભી તક હૈ હસીં ઔર મૈં જવાન...' : આજે ૬૧ વર્ષ બાદ પણ દરેક લગ્ન પ્રસંગ કે પાર્ટીની શાન છે. જ્યારે પણ કોઈ પતિ પોતાની પત્ની સામે આ ગીત ગાય છે, ત્યારે વાતાવરણમાં રોમાન્સની એક અલગ જ લહેર દોડી જાય છે અને માહોલમાં પ્રેમની સુગંધ ફેલાવવા લાગે છે10:04 AM IST
મુંબઈના દરિયાને પ્લાસ્ટિકના ઝેરથી બચાવવા મોટું અભિયાન: 'ધ ઓશન ક્લીનઅપ' અને MPCB વચ્ચે ઐતિહાસિક સમજૂતી, હવે નદીઓનું પ્રદૂષણ સમુદ્રમાં જતાં અટકશે! : ટ્રોમ્બે અને મલાડની ખાડીઓમાં હાઈટેક 'ઇન્ટરસેપ્ટર્સ' મુકાશે; વાર્ષિક ૫૦ લાખ કિલો પ્લાસ્ટિક કચરો અરબી સમુદ્રમાં ભળતો અટકાવવાનો માસ્ટર પ્લાન - ૨૦ લાખ લોકોની આજીવિકા પરનું સંકટ ટળશે4:04 PM IST
મહત્વના સમાચારો ઝડપભેર વાંચી જાવ1:27 PM IST
ટ્રકોના પૈડાં થંભાવતી ચેક પોસ્ટ્સ હટાવો: ટ્રાન્સપોર્ટ નેતા બાલ મલકિત સિંહની પીએમ મોદીને સીધી અપીલ, 'ભૌતિક ચેક પોસ્ટ્સ અર્થતંત્ર માટે અવરોધ' : મહારાષ્ટ્રમાં જ દરરોજ ૨.૭ લાખ લિટર ડીઝલનો ધુમાડો; મહિનાનું ₹૮૧૦ કરોડનું આર્થિક નુકસાન - 'એક રાષ્ટ્ર-એક બજાર'ના વિઝન માટે ડિજિટલ મોનિટરિંગ અપનાવવા માંગ9:03 PM IST
અનંત અંબાણીનું વન્યજીવ સંરક્ષણ બાદ હવે ફૂડ સેક્ટરમાં આગમન : મુંબઈમાં શુદ્ધ A2 ગીર ગાયના દૂધમાંથી બનતી 'વંતારા ક્રીમરી' આઈસ્ક્રીમ બ્રાન્ડ લોન્ચ : બાળપણની યાદો તાજી કરાવતા 17 થી વધુ દેશી ફ્લેવર્સ સાથે જિયો વર્લ્ડ ડ્રાઈવ ખાતે આઈસ્ક્રીમ પાર્લરનો પ્રારંભ : નૈતિક પશુપાલન અને પ્રાણી કલ્યાણના ઉમદા હેતુ સાથે શરૂ કરાયું નવું સાહસ10:17 PM IST
વડાપ્રધાનની અપીલની પ્રબળ અસર : CREDAI એ એમ્સ્ટરડેમનો ભવ્ય કાર્યક્રમ રદ કરી ભારતમાં યોજવાનો લીધો ઐતિહાસિક નિર્ણય : ન્યૂઝફર્સ્ટ : રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી સંગઠનના એક જ નિર્ણયથી દેશના 100 કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ બચશે : અન્ય ઉદ્યોગ જગતના સંગઠનો પણ વિદેશી પ્રવાસો પડતા મૂકે તેવી શક્યતા9:28 PM IST
કર્ણાટકની શાળાઓમાં લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ પર સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય: હિજાબ પરનો પ્રતિબંધ હટાવાયો : સિદ્ધારમૈયા સરકારે ભાજપ સરકારનો 2022 નો નિર્ણય બદલ્યો:વિદ્યાર્થીનીઓ હવે સ્કૂલ યુનિફોર્મ સાથે હિજાબ પહેરી શકશે:હિજાબની સાથે પાઘડી અને પવિત્ર જનોઈ પહેરવાની પણ મળી છૂટ: શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પાએ સર્વસમાવેશક શિક્ષણ માટે લીધો નિર્ણય10:25 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશી ખર્ચ ઘટાડી દેશનું વિદેશી હૂંડિયામણ બચાવવાની અપીલને પગલે રિયલ એસ્ટેટ સંસ્થા ક્રેડાઈએ પોતાનો આગામી મેગા નેટકોન ઈવેન્ટ એમ્સ્ટરડેમથી રદ કરી ભારતમાં યોજવાનો ઐતિહાસિક નિર્ણય લીધો : ક્રેડાઈના આ પગલાંથી દેશના લગભગ રૂપિયા ૧૦૦ કરોડના વિદેશી હૂંડિયામણની બચત થશે અને હવે અન્ય ઔદ્યોગિક સંસ્થાઓ પણ તેમના કાર્યક્રમો ભારતમાં ખસેડીને અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે તેવી પ્રબળ શક્યતા12:50 AM IST

વિરોધ પ્રદર્શન,,,,,

ભાઈ જલ્દી કર.....

માન લી આપકી બાત......

તું કિતની અચ્છી હૈ માં.....
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલ હેરોઇન કેસમાં આરોપી યુગાન્ડાના નાગરિકને 20 વર્ષની સજા : આરોપી ડેવીડ મેસેમ્બી કબાલી સ્ટીવનના પેટમાંથી કુલ 943 ગ્રામ વજનની હેરોઈનની કુલ 86 કેપ્સ્યુલો મળી આવી હતી:કોર્ટે નોંધ્યું - . સ્કૂલ-કોલેજમાં જતા કિશોર-કિશોરીઓ આવા નશીલા પદાર્થની ટેવના કારણે પોતાની યુવાવસ્થા નાશ કરે છે.12:31 AM IST
NEET પરીક્ષા પેપર લીક લઈને દેશભરમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ : અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કાળા વાવટા દેખાડાયા : NSUI દ્વારા વિરોધ પ્રદર્શનની ચીમકી મળતા કેન્દ્રીય શિક્ષણમંત્રીની આ મુલાકાતને ગુપ્ત રખાઈ હતી છતાં પણ મંત્રીના કાફલા સામે પ્રદર્શન કરવા કાર્યકરોની પહોંચ્યા11:48 PM IST
78 વર્ષ બાદ પણ નર્મદા જિલ્લાના ચિકદા તાલુકામાં આવેલ તુમડાવાડી ગામ વિકાસથી વંચિત :AAP આગેવાનોની મુલાકાતમાં સામે આવી વાસ્તવિક સ્થિતિ : પીવાના પાણી, રસ્તા, શાળા અને આંગણવાડી જેવી મૂળભૂત સુવિધાઓ વગર જીવન જીવવા મજબૂર તુમડાવાડીના ગ્રામજનો:600ની વસ્તી ધરાવતા તુમડાવાડી ગામમાં આજે પણ વીજળી, રાશનકાર્ડ અને આરોગ્ય સુવિધાનો અભાવ :70થી 80 બાળકો માટે શાળા નથી અને 30 નાના બાળકો માટે આંગણવાડી પણ નથી 10:52 PM IST
ધોરણ-૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના આવેદન માટેની મુદ્દતમાં વધારો : હવે ૧૬ મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વધુ બે દિવસની અપાઈ રાહત : પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરિણામ સુધારવા માટે આપી શકશે પરીક્ષા : કન્યાઓ અને દિવ્યાંગોને ફી માંથી મુક્તિ8:54 PM IST
ઉત્તરપ્રદેશમાં વરસાદી તારાજીમાં ૧૦૦ લોકોના કરુણ મોતથી વ્યથિત પૂ. મોરારિબાપુ દ્વારા ૧૫ લાખની સહાય જાહેર : મુખ્યમંત્રી રાહત ફંડમાં રાશી અર્પણ કરાશે : પ્રયાગરાજ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં કુદરતી આપદાનો ભોગ બનનારા મૃતકોના વારસદારોને ચિત્રકુટ ધામ તલગાજરડા તરફથી ૧૫ હજાર લેખે સહાય સંવેદના અર્પણ : પૂ. રામકથાકાર દ્વારા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી7:05 PM IST
નેશનલ પરિવહન પોર્ટલના સર્વર અપગ્રેડેશનની કામગીરીને પગલે ઓનલાઈન સેવાઓ ખોરવાઈ : રાજ્યભરની RTO કચેરીઓમાં કામગીરી પ્રભાવિત થતા અરજદારો પરેશાન : NIC દ્વારા ક્લાઉડ સર્વરને નવા પ્લેટફોર્મ પર સ્થળાંતરિત કરવાની રાષ્ટ્રીય કક્ષાની પ્રક્રિયા ચાલતી હોવાથી ટેકનિકલ અવરોધ સર્જાયો : અગાઉથી એપોઇન્ટમેન્ટ લેનાર નાગરિકોને જરૂરિયાત મુજબ રી-શેડ્યૂલ કરી આપવા અને સહકાર આપવા તંત્રની અપીલ6:28 PM IST
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો : કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ-રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા-રાજ્યમંત્રી પ્રવીણકુમાર માળી-સાસણગીર ખાતે સમિટમાં પ્રત્યક્ષ સહભાગી થયા:વડાપ્રધા નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જુન-2026માં નવી દિલ્હીમાં યોજાશે પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ:ભારત સરકારના વન પર્યાવરણ-જલવાયું પરિવર્તન દ્વારા સમિટના પૂર્વાર્ધરૂપે ભોપાલ-ભુવનેશ્વર-ગેંગટોક અને ચંદ્રપુરમાં પ્રિ-ઈવેન્ટ યોજાશે: સાસણગીરમાં યોજાઇ લાયન કન્ઝર્વેશન અંગેની પ્રિવેન્ટ1:42 PM IST
વાહન એસ્કોર્ટ પર સજ્જડ બ્રેક, વર્ચ્યુઅલ કોર્ટ સુનાવણી, ઓનલાઈન બેઠક, વિસીથી કેસ રિવ્યૂ કરવા ડો.કે. એલ.એન રાવ દ્વારા આદેશ : આત્મનિર્ભરતાના વડાપ્રધાનના સૂચનનો રાજ્યની જેલોમાં અમલ કરાવનાર મુખ્ય પોલીસ વડાએ હવે પીએમના ઇંધણ બચતનું સૂચનનો પોલીસ તંત્રમાં અમલ કરવા પહેલ કરી લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન, સિનિયર ips ખુર્શીદ અહેમદ અને લો એન્ડ ઓર્ડરના મકરંદ ચોહાણની ઉપસ્થિતિમાં ગુજરાતભરના ટોચના અધિકારીઓને સરકારી તિજોરી અને પર્યાવરણ વિગેરે બાબતો આવરી ફિલ્ડ સ્ટાફને તાકીદે ઇંધણ બચાવ અભિયાનનો અમલ કરવા આદેશ વડાપ્રધાનના આત્મનિર્ભર બનાવવાના અભિયાન અંતર્ગત રાજ્યના મુખ્યજેલ વડા તરીકે કેદીઓના ઉત્કર્ષ અને રોજગારી લક્ષી તાલીમ પૂરી પાડનાર સિનિયર મોસ્ટ ips દ્વારા PM ના સૂચનનો ચુસ્ત અમલ કરવા તાકીદે રાજ્યભરના ટોચના અધિકારીઓ સાથે મહત્વના સૂચનો અને માર્ગદર્શન અપાયું10:53 AM IST
વિકસિત દેશો કરતા ગુજરાતમાં સારવાર ઝડપી: કેનેડા અને અમેરિકામાં વેઇટિંગ લિસ્ટ લાંબા, જ્યારે આપણી ‘૧૦૮’ એ સેકન્ડોમાં પહોંચે છે મદદ – પ્રફુલ પાનશેરિયા : ગાંધીનગરમાં ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ની ભવ્ય ઉજવણી: કોરોના કાળમાં આપણો નર્સિંગ સ્ટાફ ‘હજારો ફ્લોરેન્સ નાઇટિંગેલ’ બનીને લોકોના જીવ બચાવવા મેદાને પડ્યો હતો9:14 PM IST
ગાંધીનગરમાં યોજાઈ રહેલી એશિયન સિનિયર વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના ચોથા દિવસે ભારતનો શાનદાર દેખાવ : અજિત નારાયણે મેન્સ 71 કિગ્રા કેટેગરીમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા : ભારતીય વેટલિફ્ટર અજિતે ક્લીન એન્ડ જર્ક અને કુલ વજનમાં કાંસ્ય પદક જીતી દેશનું નામ રોશન કર્યું : કુલ 314 કિગ્રા વજન ઉઠાવી પોડિયમ પર સ્થાન મેળવ્યું જ્યારે ઉત્તર કોરિયાના ખેલાડીએ ગોલ્ડ અને ચીનના ખેલાડીએ સિલ્વર મેડલ હાંસલ કર્યો8:51 PM IST
નેશનલ હાઈવે 56ના વિસ્તૃતીકરણ અને જમીન સંપાદન સામે વિરોધ પ્રદર્શન :માંડવીમાં સર્વેની કામગીરી અટકી : હાઈવે 56 ના વિસ્તૃતિકરણ અને જમીન સંપાદન સામે સ્થાનિક ખેડૂતો અને આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ: ગ્રામજનો દ્વારા એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવવામાં આવતા સર્વે કરનારી ટીમે કામગીરી અધવચ્ચે જ બંધ કરવી પડી8:31 PM IST
પીએમ મોદીજીની અપીલ બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' લાગુ કરવા કાલે કેબિનેટમાં થશે ચર્ચા : ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સત્તાવાર કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડીને માત્ર બે જ કરી દીધી, પાયલોટ એસ્કોર્ટ વાહનોનો ઉપયોગ બંધ કર્યો: હર્ષ સંઘવીએ પોતાનો યુએસ પ્રવાસ પણ રદ કરી દીધો8:09 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કુરુક્ષેત્ર રેલવે સ્ટેશનથી ગુરુકુળ સુધી સાયકલ ચલાવી ઇંધણ બચાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો : સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા રાજ્યપાલનું નાગરિકોને આહવાન:પ્રધાનમંત્રીના ‘આર્થિક આત્મરક્ષા’ના મંત્રને ચરિતાર્થ કરતા રાજ્યપાલએ રાજ્યમાં હવાઈ યાત્રા બંધ કરી; કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટાડી6:24 PM IST
અંબાલાલ પટેલની મોટી આગાહી: કાળઝાળ ગરમીથી ત્રસ્ત ગુજરાતીઓને મળશે મોટી રાહત, 5 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં પવન-વંટોળ સાથે વરસાદના ઝાપટાં પડશે : ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 7 મે સુધી હવામાન અસ્થિર રહેશે; 11થી 20 મે દરમિયાન ફરી તાપમાન 44 ડિગ્રીને પાર જશે, 23 મે આસપાસ બીજો પ્રિ-મોન્સૂન રાઉન્ડ આવશે3:20 PM IST
અમદાવાદ SPIPA ખાતે અટલ વ્યાખ્યાનમાળા યોજાઈઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સુશાસન અને ટેક્નોલોજી આધારિત પારદર્શિતાને નવી દિશા મળી : જાણીતા લેખક અને વિચારક ઉદય માહુરકરે ‘સુશાસનનાં મૂળભૂત તત્ત્વો' વિષય પર આપ્યું સંબોધન : ગુજરાતના જયોતિગ્રામથી લઈને ડિજિટલ ઇન્ડિયા અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાના પ્રકલ્પોની વિસ્તૃત છણાવટ2:57 PM IST
એકમાત્ર વાઘની ગણતરી માટે ૫૦૦ વનકર્મી તૈનાતઃ ૨૫૦ કેમેરા ટ્રેપનો ઉપયોગ : ત્રણ દાયકા પહેલા ભારતના સત્તાવાર ટાઈગર મેપ પરથી ગુજરાતનું નામ ભૂંસાઈ ગયું હતું, પરંતુ ફેબ્રુઆરી ૨૦૨૫થી એક એકલવાયો વાઘ રતનમહાલના જંગલો અને ગુજરાત-મધ્ય પ્રદેશ સરહદને અડીને આવેલા વિસ્તારોને પોતાનું ઘર બનાવ્યું : ગુજરાતમાં વાઘની છેલ્લી વસ્તી ગણતરી ૧૯૮૯માં કરવામાં આવી હતી, જ્યારે અધિકારીઓ માત્ર પંજાના નિશાન નોંધી શક્યા હતા પરંતુ વાઘ જોવા મળ્યો ન હતો, ત્યારબાદ ૧૯૯૨માં ગુજરાતને વાઘ ધરાવતા રાજ્યોની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું10:46 AM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોનાં રસોઈ ગેસમાં આત્મનિર્ભરનાં મંડાણ : વડાપ્રધાન મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કરેલ કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોનાં ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપાશે : પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં 665 બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શનમાં રાજ્યનાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા મળે તે માટેની યોજનાઓનો ત્વરિત અમલ 1:19 PM IST
રાજકોટ જિલ્લામાં ચોમાસા પૂર્વે વહીવટી તંત્ર સજ્જ : સંભવિત આપત્તિને પહોંચી વળવા સરકારી ગોડાઉનોમાં ત્રણ માસનો અનાજનો સ્ટોક રાખવા મામલતદારોને આદેશ : કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ પ્રી-મોન્સૂન પ્રિપેર્ડનેસ અંતર્ગત એક્શન પ્લાન તૈયાર : અતિવૃષ્ટિ કે વાવાઝોડા જેવી સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી અને ફૂડ પેકેટ્સ પહોંચાડવા તેમજ ઇંધણનો અનામત જથ્થો જાળવી રાખવા કડક સૂચના7:58 PM IST
ટ્રાફિક શાખાના હેડકોન્સ. ઇમરાન રાઉમાનું પરિણીતા સાથે વારંવાર દુષ્કર્મઃ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યઃ ધરપકડ : પરિણીતાનું કાયદાના રક્ષકે જ ભક્ષક બની દોઢ વર્ષ સુધી શોષણ કર્યુઃ પહેલી વખત તેણી માતાના ઘરે હતી ત્યારે રાતે પીછો કરી ઘરમાં ઘુસી બળજબરી આચરીઃ ફોટા-વિડીયો લઇ તેના આધારે સતત બ્લેકમેઇલ કરી : મહિલાની પાંચ વર્ષની દિકરી સાથે પણ અડપલા કર્યાનો આરોપઃ સતત ડરાવી ધમકાવી શોષણ કરતોઃ એક વખત સાસણ બોલાવી બળજબરી આચરીઃ તાવીજ પહેરાવી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતોઃ ધમકીઓથી ગભરાઇને પરિણીતા બધુ સહન કરતી રહીઃ અંતે પતિને જાણ કરતાં તેણે હિમ્મત આપતાં ફરિયાદ દાખલ થઇ : કોઇને ન કહેવાય એવુ કૃત્ય કરતો, ઇમરાન તેનું થુંક પીવડાવતોઃ તાવીજ પહેરાવતો, ધર્મ પરિવર્તન માટે દબાણ કરતોઃ બીજી ૨૧ છોકરીઓને ફસાવવાની વાતો કરતોઃ એક વખત પરિણીતાને પોલીસની વરદી પહેરાવીને ગંદી હરકતો પણ કરી હતી2:55 PM IST
૧૯ વર્ષ પહેલાના હત્યા કેસમાં ફરાર નેપાળી શખ્સ કિશનને ક્રાઇમ બ્રાંચે મુંબઇથી દબોચ્યો : ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ૨૦૦૭માં ગુનો નોંધાયો હતોઃ મંજુલાબેન નામની મહિલાએ કિશન નેપાળી સહિતનો સાથ લઇ પ્રેમી ભાવેશભાઇની હત્યા કરી હતીઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો જણાવી : પીએસઆઇ આર. કે. ગોહિલની ટીમના વિજયરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, તુલસીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયાએ વેશ પલટો કરી શોધી લીધો3:58 PM IST
ભાજપના પુર્વ મંત્રીને બદનામ કરી ખંડણી માંગીઃ બે ન્યુઝ પોર્ટલના સંચાલક સહિત ત્રણ ઝડપાયા : એસીપી ડેન્ટલ હોસ્પિટલનું બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહી સમાચારો છાપી બદનામ કરતાં હતાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં વિજય પાડલીયાની ફરિયાદઃ પોલીસે અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડની ધરપકડઃ અગાઉ ડોક્ટરને બ્લેકમેઇલ કરવાના ગુનામાં પણ અમિત ઠક્કરની સંડોવણી હતીઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો જણાવી3:05 PM IST
થોરાળાના ગોકુલપરામાં ગાળો બોલવા અને વિડીયો ઉતારાવા મામલે પાડોશીઓ વચ્ચે ધીંગાણું: ૮ને ઇજાઃ ૧૬ સામે ગુનો : છરી, ધોકા, ઇંટ, પાઇપ, ડોલ, સળીયાનો મારામારીમાં ઉપયોગ થયોઃ થોરાળા પોલીસે રિક્ષાચાલક કાંતિભાઇ સોલંકી અને સામા પક્ષે બાંધકામ સાઇટના સુપરવાઇઝર અવિનાશ નકુમની ફરિયાદ પરથી સામ-સામે ગુના દાખલ કર્યા3:04 PM IST
સિક્યુરીટી ગાર્ડને છરી ઝીંકી લૂંટનો ભેદ ખુલ્યોઃ મઢી શીવપરાના સાહિલ અને આર્યન ઝડપાયા : અમીન માર્ગ હીંગળાજનગરના ઢોળા પાસે બાંધકામની સાઇટ પર બનાવ બન્યો હતો : ડીસીબીના જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર અને મહાવીરસિંહ જાડેજા તથા ગોપાલભાઇ પાટીલની બાતમીથી કાર્યવાહી3:58 PM IST
જેતપુરમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી ચાર મહિલાઓએ ઢીકા-પાટુનો મૂઢ માર માર્યો :ઘટના સીસીટીવી કેમેરામાં કેદ : હિંસક હુમલા પાછળ ઘરગથ્થુ વિવાદ અને જૂના છૂટાછેડાનો ખાર જવાબદાર હોવાનું સામે આવ્યું:ઈજાગ્રસ્ત વકીલ જ્યોતિબેન મકવાણાએ ત્રણ મહિના પહેલા કરણ પરમાર નામના વ્યક્તિ સાથે કાયદેસરના છૂટાછેડા લીધા હતા.9:03 PM IST
જામનગર પોલીસની એસઓજી વિભાગની કાર્યવાહી: જિલ્લાના બે શખ્શોની 'પીટ એનડીપીએસ' એકટમાં અટકાયત કરી જેલ હવાલે : બંને શખસો સામેની દરખાસ્ત મંજુર થતા નાર્કોટીક્સ પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણનાં ગુન્હા આચરતા અટકાવવા માટે અટકાયતમાં લઇ અમદાવાદ તેમજ ભુજ મધ્યસ્થ જેલ હવાલે કરાયા 6:17 PM IST
ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા અને રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતો ત્રસ્ત: ઉપલેટા કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન : મફતમાં ડુંગળીનું વિતરણ : સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો, ખાતર-બિયારણના તોડીંગ વધારાને પાછો ખેંચવા માંગ : જો સરકાર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.1:21 PM IST
જામનગરમાં ડિમોલિશન દરમિયાન ડ્રામા: 80 વર્ષીય નંદુબેનનો પોલીસ સામે જોરદાર વિરોધ, ઝપાઝપી-બટકા બાદ બળજબરીથી જીપમાં બેસાડાયા : જુઓ વિડીયો : જડેશ્વર પાર્કમાં મનપાની કાર્યવાહી વખતે વૃદ્ધાએ મકાન પાસે બેસી ડિમોલિશન રોક્યું, મહિલા પોલીસને ધક્કા-બટકા ભર્યા; ‘માજી સહકાર આપો’ની વિનંતી છતાં ન માન્યા, સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ખસેડાયા4:08 PM IST
જામનગર G.G. હોસ્પિટલ સામે રાત્રે જાહેરમાં મારામારી: વાયરલ વીડિયોથી ચાર હુમલાખોરોની ઓળખ, સીટી-બી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ઝડપ્યા : જૂની અદાવતમાં હથિયારો સાથે હુમલો, જયદીપસિંહ ઉર્ફે બંદુક, હાર્દીપસિંહ, વીકી કાપડી અને પુષ્પરાજસિંહ જાડેજાની ધરપકડ; પોલીસ: દાદાગીરી કરનારા સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે4:46 PM IST
કેશોદવાસીઓને ઉનાળાના તાપ કરતા પણ વધુ દઝાવતો પાણી પ્રશ્ન ! : પાલિકામાં કાર્યભાર સંભાળે તે પહેલા જ નવા ચૂંટાયેલા ચંદ્રિકાબેન ભોપાળા પાણી પ્રશ્ને ચિંતિત : મુખ્યમંત્રીને લખ્યો પત્ર ઓજત-ર ડેમના દરવાજાનું રીપેરીંગ કામ ચાલુ હોય જેના કારણે સર્જાઇ પાણીની સમસ્યા : પ્રવર્તમાન સંજોગોમાં ઉનાળુ સિઝન પીક પર હોય તાત્કાલીક અસરથી નિયમિત પાણી મળી રહે તે અંગે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ 1:23 PM IST
રાજુલામાં ‘‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર'' થકી સેવાયજ્ઞનો લાભ મળશે : પૂ. મોરારીબાપુ : આરોગ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા, જગપ્રસિદ્ધ કથાકાર સહિત પૂજય સંતોના પ્રેરણાત્મક સાનિધ્યમાં ‘‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર'' લોકાર્પણ-મુખ્ય સ્ટેજ કાર્યક્રમ યોજાયોઃ રાજયમાં સરકાર અને જાહેર ટ્રસ્ટોના સહયોગથી આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ બની, છેવાડાના નાગરિકો સુધી આરોગ્ય સેવાનો લાભ પહોંચાડવાની નેમ : પ્રફુલભાઇ પાનશેરીયા 1:23 PM IST
ભારે કરી! આ મહિલા પુરુષો નહીં પણ ઝાડ પર ફીદા થઈઃ પતિ માની તેની સાથે હૂંફાળી પળો માણે : તેણે હાલમાં જ ખુલાસો કર્યો કે, તે એક વિશાળ ઓક ઝાડ સાથે રોમેન્ટિક અને ઈરોટિક રિલેશનશિપમાં છે : તે ઝાડને ગળે લગાવે છે, તેની સાથે વાતો કરે છે અને તેની સાથે સમય વિતાવે છેઃ જો કે તેણે સ્પષ્ટ કર્યું કે આ શારીરિક સંબંધ નથી, પણ ઊંડી સંવેદનશીલ અને કામુક જોડાણ છે9:56 AM IST
ડિપ્લોમેસીનો અનોખો કિસ્સો: ટ્રમ્પ સાથે ચીન જવા અમેરિકાના વિદેશ મંત્રીએ ૨૪ કલાક માટે કેમ બદલવું પડ્યું નામ? : ચીની વીઝા ચક્કરમાં અમેરિકાના ટોચના રાજદ્વારી ફસાયા: નામ પાછળ છુપાયેલું હતું એવું કારણ કે બેજિંગ પ્રશાસન પણ ચોંકી ગયું:ટ્રમ્પની એ વિદેશ યાત્રા વખતનો કિસ્સો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ, જાણો શું છે તેની પાછળનું અસલી કારણ5:42 PM IST
અમેરિકાની ‘આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક’: આ દેશમાં ડીઝલનું એક ટીપુંય ન બચ્યું, ૨૪ કલાકમાંથી માંડ બે કલાક જ મળે છે વીજળી : સુપરપાવરના પ્રતિબંધોએ દેશને અંધારામાં ધકેલ્યો: ઈંધણની ભયાનક તંગીથી પાવર ગ્રીડ ઠપ્પ, જનજીવન રીતસરનું ખોરવાયું:હોસ્પિટલો અને જીવનજરૂરી સેવાઓ પણ ભગવાન ભરોસે! ગ્લોબલ રાજનીતિની લડાઈમાં સામાન્ય જનતા બની મોહરૂં5:42 PM IST
જર્મનીમાં નરાધમ ડૉક્ટરનું પાપ: ૧૨ વર્ષ સુધી ૧૦૦થી વધુ માસૂમ બાળકો પર ગુજાર્યો સિતમ, હેવાનિયતની તમામ હદો પાર : મેડિકલ જગત કલંકિત: તપાસના બહાને બાળકોને શિકાર બનાવતો હતો આ શૈતાન:ઘૃણાસ્પદ કરતૂતોના વીડિયો પણ બનાવ્યા: ઇન્ટરપોલ અને ગ્લોબલ એજન્સીઓના ઓપરેશનમાં આખરે હવસખોર ડૉક્ટર ઝડપાયો, દુનિયાભરમાં ભારે આક્રોશ5:43 PM IST
ગરમી સામે ‘બ્રહ્માસ્ત્ર’: ઉનાળાના પ્રકોપ વચ્ચે શરીરને કુલ-કુલ અને હાઇડ્રેટ રાખશે આ ૮ વસ્તુઓ, જાણો લૂથી બચવાના અકસીર ઘરેલુ ઉપાયો : હીટવેવથી બચવા હેલ્થ એલર્ટ: તાપમાનનો પારો આસમાને પહોંચતા જ શરીરમાં પાણી ખૂટવાનો મોટો ખતરો:રસોડાની આ સામાન્ય વસ્તુઓ આપશે એસી (AC) જેવી ઠંડક, લૂ લાગવાના લક્ષણો અને તેના ત્વરિત ઈલાજની જુઓ ખાસ યાદી5:45 PM IST
ગ્રાહકો સાવધાન: બહારથી લાલ પણ અંદરથી ફીકા? છેતરાયા વગર શ્રેષ્ઠ અને મીઠા દાડમ ઓળખવાની જાણો અકસીર ટ્રિક્સ : દેખાવ પર ન જાઓ, અક્કલ વાપરો: લાલચટક રંગ જોઈને છેતરાઈ જતાં લોકો માટે ખાસ ગાઈડ:દાડમ ખરીદતી વખતે આ ૪ બાબતોનું રાખશો ધ્યાન, તો ક્યારેય નહીં વેડફાય તમારા પૈસા:દરેક દાણો નીકળશે રસીલો અને મીઠો મધ જેવો5:44 PM IST
શ્રીલંકાના આંગણે જૂન માસમાં જામશે યુવા ખેલાડીઓનો જંગ : ઈન્ડિયા A, શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A વચ્ચે રમાશે વન-ડે ત્રિકોણીય શ્રેણી : IPL 2026 માં ધમાકેદાર પ્રદર્શન કરનારા વૈભવ સૂર્યવંશી સહિતના યુવા તારલાઓનો ભારતીય ટીમમાં સમાવેશ : તિલક વર્માને ટીમની કમાન સોંપાઈ જ્યારે રિયાન પરાગ ઉપકાપ્ટન તરીકેની જવાબદારી સંભાળશે6:15 PM IST
લિયામ ડોસનની નિવૃત્તિ અંગે ફેલાયેલી અફવા ખોટી: સનરાઇઝર્સનો ક્રિકેટર IPL-2026 વચ્ચે નહીં, પરંતુ પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્ત થયો, વ્હાઇટ-બોલ કારકિર્દી ચાલુ રાખશે : ઇંગ્લેન્ડના 36 વર્ષીય ઓલરાઉન્ડરે હેમ્પશાયર તરફથી રેડ-બોલ ક્રિકેટ છોડી, 22 મેથી T20 બ્લાસ્ટમાં રમશે; IPL 2026ની હરાજીમાં 2 કરોડની બેઝ પ્રાઇસ છતાં કોઈ ટીમે ખરીદ્યો ન હતો, 8 વર્ષ બાદ ભારત સામે ટેસ્ટમાં વાપસી કર્યા બાદ લીધો નિર્ણય3:33 PM IST
૭૦ની ઉંમરે પણ ‘ઝકાસ’ ફિટનેસ! અનિલ કપૂરની જવાનીનું રહસ્ય શું? આયુષ મંત્રાલયે અભિનેતાનો ખાસ વીડિયો શેર કરી દુનિયાને બતાવ્યો રસ્તો : “યોગ માત્ર કસરત નથી, તે શક્તિ અને સુંદરતાનું માધ્યમ છે”: અનિલ કપૂરે જણાવ્યું દરરોજ યોગાભ્યાસનું મહત્વ, ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ પહેલા મંત્રાલયે શરૂ કરી ખાસ ઝુંબેશ9:25 PM IST
માધુરી દીક્ષિતનો ૫૯મો જન્મદિવસ: જે અભિનેત્રી બનવા જ નહોતી માંગતી, તે કેવી રીતે બની બોલિવૂડની ‘ધક-ધક ગર્લ’? જાણો પેથોલોજીસ્ટ બનવાનું સપનું જોતી માધુરીની અનકહી કહાની : ત્રણ વર્ષની ઉંમરે નૃત્યના શ્રીગણેશ અને ‘તેઝાબ’થી મળેલી સુપરસ્ટારની ઓળખ: વિજ્ઞાનના સ્નાતકથી લઈને કરોડો હૃદયના ધબકારા તેજ કરનારી ‘ડાન્સિંગ ક્વીન’ સુધીની માધુરીની રોમાંચક સફર9:26 PM IST
થલપતિ વિજયનો મિજાજ ગરમ: ફિલ્મ ‘જન નાયગન’ના રિલીઝ માટે નિર્માતાઓને કાન્સ ફેસ્ટિવલમાંથી અધવચ્ચેથી પાછા બોલાવ્યા, મે ૨૦૨૬માં ધમાકેદાર એન્ટ્રીની તૈયારી : રાજકારણમાં પ્રવેશ્યા બાદ વિજયની અંતિમ ફિલ્મ ‘જન નાયગન’ સેન્સર બોર્ડમાં અટવાઈ: સુપરસ્ટારે વેકેશન છોડી કામ પર લાગી જવા મેકર્સને આપ્યો આદેશ, કાન્સમાં મલયાલમ ફિલ્મ ‘બાલન’ના સ્ક્રીનિંગમાં વ્યસ્ત હતા નિર્માતા વેંકટ નારાયણ9:25 PM IST















































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી













































































































































































































