News of Saturday, 23rd August 2025
નર્મદા જિલ્લા પોલીસ વડાના સારી કામગીરી જોઈ સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા સરકારે સોંપ્યો છે: સાંસદ મનસુખભાઈ વસાવા
નર્મદા જિલ્લાના બે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો વિદાય સમારંભ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાનાં પોલીસ અધીક્ષક પ્રશાંત સુંબેની બદલી બનાસકાંઠા જિલ્લામાં પોલીસ અધીક્ષક તરીકે થઈ અને ASP તરીકે ફરજ બજાવતા લોકેશ યાદવની બદલી અમદાવાદમાં ACP તરીકે થઈ, નર્મદા પોલીસ દ્વારા આ બંને પોલીસ ઉચ્ચ અધિકારીઓની બદલી ને લઈને વિદાઈ સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ ભીમસિંહ તડવી, નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, ભાજપ પ્રમુખ નીલ રાવ, કલેક્ટર નર્મદા એસ.કે.મોદી, સીઇઓ અમિત અરોરા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
પોલીસ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ એસ.પી પ્રશાંત સુમ્બે અને asp લોકેશ યાદવની કામગીરી અને તેમની સાથેનાં પ્રસંગોને વાગોળ્યા હતા. અને તેમને નવા જિલ્લામાં આવનારી ચેલેન્જને લઈને શુભેચ્છા આપી હતી.
જિલ્લામાં સાડા ત્રણ વર્ષથી કાયદો અને સુરક્ષા જાળવતા પ્રશાંત સુંબેની બદલીને લઈને સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરતા લોકો માટે સાંસદ મનસુખભાઈ વસાવા જણાવ્યું હતું કે આપણા જિલ્લામાં કાયદો અને સુરક્ષાની જવાબદારી નિભાવનાર પોલીસ અધિક્ષકની કામગીરી ની કદર કરી ને રાજ્યનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા સોંપ્યો છે. 40 લાખની વસ્તી અને 14 તાલુકાના સાથે મોટા જિલ્લાની સુરક્ષાની જવાબદારી સોંપી છે. અને સરકાર આવી જ રીતે સારા અધિકારીને આવો મોટો જિલ્લો સોંપતા હોય છે. અને તેમની કામગીરી ની કદર કરે છે. કહી કટાક્ષ પણ માર્યો હતો.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
