News of Saturday, 23rd August 2025
નર્મદા જિલ્લામાં 9 ફૂટ થી ઉંચી ગણેશજીની પ્રતિમા લાવનાર આયોજકોને પરવાનગી માટે પડશે તકલીફ
જિલ્લા કલેકટરે જાહેર કરેલ જાહેરનામાંને લઈને ટાઉન પી.આઈ કડક અમલ કરવા આયોજકોની બેઠકમાં આપી સૂચના

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજપીપળા શહેરમાં નાની મોટી 100 જેટલી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે જેમાં મોટા પંડાલ બનાવી 15થી વધુ ગણેશજીની મૂર્તિઓનું સ્થાપના થાય છે. ગણપતિ મહોત્સવ દરમ્યાન રાજપીપળા ટાઉન પોલીસ 10 દિવસ બંધોબસ્ત પૂરો પાડી વિસર્જન પણ શાંતિપૂર્ણ રીતે કરાવે છે.
નર્મદા જિલ્લા કલેકટરે તાજેતરમાં ગણેશમહોત્સવને લઈને સરકારની ગાઇડલાઇન પ્રમાણે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વધુમાં વધુ 9 ફૂટની મૂર્તિ હોવી જોઈએ, પી. ઓ પી હોય તો કેમિકલ વાળી ના હોવી જોઈએ, શક્ય હોય ત્યાં સુધી ઈકો ફ્રેન્ડલી માટીની ગાયના છાણ ની મૂર્તિ અને નાની હલકી રાખવામાં આવે, આવી અનેક પ્રકારની બાબતો ને લઈને જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું. છે જે બાબતે જરૂરી સૂચનાઓ માટે રાજપીપળા ટાઉન પી.આઈ વી.કે.ગઢવી એ ગણેશ મહોત્સવ ના આયોજકોની બેઠક બોલાવી હતી. અને જાહેરનામાં ને લઈને જરૂરી ચર્ચા કરી આ બેઠક માં પી.આઈ એ આયોજકો ને જરૂરી સૂચના આપી હતી.
આ બાબતે ટાઉન પી.આઈ વી.કે.ગઢવી એ જણાવ્યું હતું કે કલેક્ટર દ્વારા જાહેરનામાંને લઈને આયોજકોને જરૂરી સૂચના આપી છે. 9 ફૂટ ની મૂર્તિ થી મોટી મૂર્તિ નહીં લાવવી, કુત્રિમ તળાવમાં વિસર્જન કરવું, કેમિકલનો ઉપયોગ ના કરવો, ડીજે પણ બહુમોટા ઊંચા ના હોય આવી જરૂરી ચર્ચા કરી સૂચના આપવામાં આવી છે.9 ફૂટ થી ઊંચી મૂર્તિ હશે તેમને પરમિશન આપવામાં નહીં આવે તેમ ટાઉન પીઆઈ એ જણાવ્યું હતું
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
