News of Saturday, 23rd August 2025
પીછીપુરા ગામે ઘરેણા ઘસીને ઉજળા કરવાની લાલચે રૂ.૬૦ હજારના ચાંદીના કડલા લઈ ત્રણ ઠગો ફરાર

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામમાં ત્રણ ઠગોએ ઘરેણા ઉજળા કરવાની લાલચ આપી ચાંદીના કડલા લઈ નાશી છૂટ્યા હતા
મળતી માહિતી અનુસાર સરોજબેન સંજયભાઈ લલ્લુભાઈ તડવી (રહે.પીછીપુરા (નિશાળ ફળિયું) તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ અજાણ્યા ત્રણ ઈસમો મોટરસાઈકલ લઈને તેમના ઘર આગળ જઈ એક ઈસમ મો.સા સાથે રસ્તા પર ઉભો રહી બે ઈસમો પોતાની સાથે લઈ આવેલ થેલા લઈને સરોજબેન ના ઘર પાસે જઈ કંપનીમાંથી આવેલ છીએ અને જુના તાંબા-પીતળના વાસણો અને સોના ચાંદીના દાગીના ઘસીને ઉજળા કરી આપીએ છીએ એમ જણાવી લલચાવી વિશ્વાસમાં લઈ સાથે લઈ આવેલ પાવડર વડે તાંબાનું દેગડું તથા ચાંદીની લક્કી ઘસી પરત આપી સરોજબેનએ પગમાં પહેરેલ ચાંદીના કડલાં નંગ-૦૨ આશરે ૬૦૦ ગ્રામના જેની આશરે કિંમત ૬૦,૦૦૦ ના ચમકાવી આપવાના બહાને બદદાનતથી પગમાંથી કપટપુર્વક કાઢી કડલાં લઈને ત્રણેય અજાણ્યા શખ્શો સાથે લઈ આવેલ મોટર સાઈકલ પર બેસી ભાગી જઈ ઠગાઈ કરતા ગરુડેશ્વર પોલીસે ત્રણ ઠગો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
