<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

હર્ષ સંઘવી ના.મુખ્‍યમંત્રીઃ ૯ કેબિનેટઃ ૧૫ રાજ્‍યકક્ષાના પ્રધાનોઃ સીએમ સહિત ૨૬નું મંત્રીમંડળઃ ૧૦ પ્રધાનો ડ્રોપ થયા : મંત્રીમંડળમાં સૌરાષ્‍ટ્રનો દબદબો નવું વર્ષ... નવું મંત્રીમંડળ... નવા ચહેરાઃ જુના સુકાની... નવી ટીમ... નવી રણનીતિઃ નવો જુસ્‍સોઃ નવું જોમઃ ગુજરાત મંત્રીમંડળનું વિસ્‍તરણ-ફેરબદલ સૌરાષ્‍ટ્રના ૮ ધારાસભ્‍યો પ્રધાન બન્‍યાઃ રાજકોટની બાદબાકીઃ રાદડીયાનું પત્તુ કપાયું: મોઢવાડીયા-જીતુ વાઘાણી-કાંતિલાલ અમૃતિયા-રીવાબા જાડેજાઃ કૌશિક વેકરીયા-ડો.પ્રદ્યુમન વાજા-કુંવરજીભાઈ બાવળીયા-પરશોતમ સોલંકીને સ્‍થાનઃ મંત્રીમંડળમાં ૬ પ્રધાનો રીપિટઃ ૧૫ નવા ચહેરાઃ ૭ OBC-૮ પાટીદાર-૩ મહિલા-અનુ.જાતિના ૩-એક જૈન-૧ બ્રાહ્મણ-બે ક્ષત્રિય-૪ આદિવાસીનું સમીકરણઃ રાજ્‍યપાલે નવા પ્રધાનોને હોદ્દો-ગુપ્‍તતાના શપથ લેવડાવ્‍યાઃ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નડ્ડા ઉપરાંત મનસુખ માંડવિયા સહિત નેતાઓની હાજરી રાજ્‍યમંત્રી (સ્‍વતંત્ર હવાલો) ૩ મનીષા વકીલ, રાજ્‍યમંત્રી (સ્‍વતંત્ર) પ્રફુલ પાનસારિયા, રાજ્‍યમંત્રી (સ્‍વતંત્ર) ઈશ્વરસિંહ પટેલ, રાજ્‍યમંત્રી (સ્‍વતંત્ર)4:12 PM IST

ગુજરાતના પટેલ પ્રધાનમંડળમાં મનીષા વકીલ અને પૂર્વ આઇપીએસ પી સી બરંડાનો સમાવેશ ગુજરાતના પટેલ પ્રધાનમંડળમાં મનીષા વકીલ અને પૂર્વ આઇપીએસ પી સી બરંડાનો સમાવેશ થયો છે. સૌરાષ્ટ્રમને મોટું મહત્વ મળ્યું: કોડીનારના પ્રદ્યુમન વાજા પછી હવે ભાવનગર ના જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, મોરબીના કાંતિલાલ અમૃતિયા, જામનગરના રિવાબા જાડેજા ને પણ પ્રધાનમંત્રીમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે. આ ઉપરાંત કુંવરજીભાઈ બાવળીયા, પ્રદ્યુમન વાજા અને પરસોતમભાઈ સોલંકી ને પણ આમંત્રણ મળી ચૂક્યું છે.કુલ ૧૭ નામો જાહેર થઈ ગયા છે. ગણદેવીના નરેશ પટેલને પણ નિમંત્રણ મળ્યું છે. આમ જામનગરના રીવાબા જાડેજા, ગણદેવીના નરેશ પટેલ, લવિંગજી ઠાકોર, સીજે ચાવડા, રાકેશ પટેલ ઉપરાંત હર્ષ સંઘવી, પરસોતમ સોલંકી, કુવરજીભાઈ બાવળીયા, પ્રફુલ્લ પાનસુરીયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, પ્રદ્યુમન વાજા, બળવંતસિંહ રાજપુત, સંગીતા પાટીલ, અરવિંદ રાણાને નિમંત્રણો મળી ચૂક્યા છે3:52 PM IST

ગુજરાતમાં આવતીકાલે યોજાનાર નવા મંત્રીમંડળની શપથવિધિના ધમધમાટ વચ્ચે આજે એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ મંત્રીઓનાં રાજીનામાં મેળવ્યા બાદ તે રાજીનામાં રાજ્યપાલને સુપરત કરવા માટે તેમની સાથે મુલાકાત કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ આ મુલાકાત રદ થઈ ગઈ છે. હવે મુખ્યમંત્રી આવતીકાલે સીધા જ રાજ્યપાલને મળશે. જોકે, આ મુલાકાત રદ થવા છતાં એ સ્પષ્ટ થયું છે કે ભલે તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા હોય, પણ 5 થી 10 મંત્રીઓનું મંત્રીપદ યથાવત રહેશે અને માત્ર વહીવટી સરળતા ખાતર જ રાજીનામાં લેવાયા છે. આ અણધારી રદબાતલથી ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે અને જુદી-જુદી ચર્ચાઓએ જોર પકડ્યું છે.10:56 PM IST

સૌરાષ્ટ્રને ભરપૂર મહત્વ મળ્યું: અર્જુન મોઢવાડિયા કાંતિલાલ અમૃતિયા રિવાબા જાડેજા જીતુ વાઘાણી સહિત સંખ્યાબંધ ધારાસભ્યોનો સમાવેશ: જયરામ ગામીતનો પણ સમાવેશ સૌરાષ્ટ્રમને મોટું મહત્વ મળ્યું: કોડીનારના પ્રદ્યુમન વાજા પછી હવે ભાવનગર ના જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, મોરબીના કાંતિલાલ અમૃતિયા, જામનગરના રિવાબા જાડેજા ને પણ પ્રધાનમંત્રીમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે. આ ઉપરાંત કુંવરજીભાઈ બાવળીયા, પ્રદ્યુમન વાજા અને પરસોતમભાઈ સોલંકી ને પણ આમંત્રણ મળી ચૂક્યું છે.કુલ ૧૭ નામો જાહેર થઈ ગયા છે. ગણદેવીના નરેશ પટેલને પણ નિમંત્રણ મળ્યું છે. આમ જામનગરના રીવાબા જાડેજા, ગણદેવીના નરેશ પટેલ, લવિંગજી ઠાકોર, સીજે ચાવડા, રાકેશ પટેલ ઉપરાંત હર્ષ સંઘવી, પરસોતમ સોલંકી, કુવરજીભાઈ બાવળીયા, પ્રફુલ્લ પાનસુરીયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, પ્રદ્યુમન વાજા, બળવંતસિંહ રાજપુત, સંગીતા પાટીલ, અરવિંદ રાણાને નિમંત્રણો મળી ચૂક્યા છે દરમિયાન જયરામ ગામિતને પણ આમંત્રણ મળ્યનું જાણવા મળે છે 10:30 AM IST