<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

રાજપીપળામાં અવનવા સ્વરૂપે ડીજેના સાઉન્ડ સાથે દુંદાળા દેવનું આગમન

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ગણપતિની પ્રતિમાઓનું આગમન થઈ રહ્યું છે. આગમી તારીખ 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થીનો પર્વ શરૂ થનાર છે ત્યારે હાલમાં રાજપીપળામાં ડીજે ના સાઉન્ડ સાથે વાજતે ગાજતે ગણપતિ બાપાની પ્રતિમાઓનું આગમન થઈ રહ્યું છે. જોકે હાલમાં ભક્તો અને મંડળ વાળા યુવાનો નાની પ્રતિમાઓ લાવી રહ્યા છે, આગામી દિવસોમાં મોટી પ્રતિમાઓ નું પણ આગમન થશે. દસ દિવસ આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવ ગણપતિજી નું વિસર્જન થશે


 

(11:49 PM IST)