News of Sunday, 24th August 2025
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા અંગે અમદાવાદ DEOએ શાળાને નોટિસ ફટકારી: ત્રણ દિવસમાં ખુલાસો કરવા આદેશ
ગુજરાત બોર્ડની વિજ્ઞાન પ્રવાહની શાળાની માન્યતા રદ ન કરવી તે બાબતે ખુલાસો મંગાયો : શાળાની બેદરકારીની શિક્ષણ વિભાગે નોંધ લીધી

અમદાવાદ :સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે અમદાવાદ શહેર DEOએ શાળાને નોટિસ ફટકારી છે. નોટિસમાં શાળામાં બનેલી ઘટના અંગે ખુલાસો કરવા આદેશ કર્યો છે. આગામી 3 દિવસમાં શાળાને ખુલાસો કરવા આદેશ કર્યો છે.
ICSE બોર્ડની માન્યતા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી NOC રદ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાત બોર્ડની વિજ્ઞાન પ્રવાહની શાળાની માન્યતા રદ ન કરવી તે બાબતે ખુલાસો કરવા આદેશ આપ્યો છે. શાળામાં ગુજરાત બોર્ડની વિજ્ઞાન પ્રવાહની શાળા કાર્યરત છે, છતાં પણ આ ઘટના બાબતે ડીઈઓને જાણ કરવામાં આવી નહોતી.
શાળાને નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો હતો. શાળા દ્વારા ઘટના બાબતે કોઈ ખુલાસો કે અહેવાલ રજૂ કરવામાં આવ્યો નથી. શાળાની બેદરકારીની શિક્ષણ વિભાગે નોંધ લીધી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર આપવા શાળાએ કોઈ પગલાં ન લઈને બેદરકારી દર્શાવી છે.
શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે અનેક વખત વિગ્રહની ઘટનાઓ બની છતાં ડીઈઓને જાણ કરવામાં આવી નહોતી. ત્યારે ફરિયાદ બાબતે શાળાના સંચાલક કે આચાર્યએ કાર્યવાહી કરી નહીં. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં શાળાના આચાર્ય અને સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. આ મામલે શાળાને 3 દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
