<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

રાજપીપળા પંચવટી સોસાયટીમાં કાર્યરત સિટી સિવિક સેન્ટર પાણીમાં ગરકાવ

મકાનનું ધાબુ ગાળતા સેન્ટરમાં મૂકેલા કોમ્પ્યુટર, પ્રિન્ટર પર બેનર ઢાંકવા છતાં પાણી ઘુસ્યા : એજન્સી વાળા પાલિકા પર ટોપલા નાંખે છે, જ્યારે પાલિકા એજન્સી વાળા કરશેની વાત કરતા કામગીરી ટલ્લે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજ્ય સરકારે અનેક જિલ્લાઓમાં સિટી સિવિક સેન્ટર શરૂ કર્યા છે જેનો મુખ્ય હેતુ પાલિકામાં જનસેવા કેન્દ્ર તો હોય જ છે પરંતુ બીજું એક સેન્ટર ખુલ્લુ મૂકતા અરજદારોને રાહત રહે અને કામગીરીમાં સરળતા પડે એ માટે સિટી સિવિક સેન્ટર શરૂ કર્યા છે, જોકે રાજપીપળાનું આ સેન્ટર લગભગ આઠ મહિનાથી ખુલ્લું મુકાયું છે પરંતુ ત્યાં એકપણ કામગીરી હજુ સુધી થઈ નથી તમામ ઓપરેટરો કામગીરી નહીં હોવાના કારણે બેસી રહે છે.

આ સેન્ટર નું ધાબુ લીકેજ થતા વરસાદમાં ધાબા પરથી પાણી પડતા સેન્ટરમાં મૂકેલા કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત ફર્નિચર પર પાણી પડતા ત્યાંનો બધો સમાન બગડે છે, જોકે સેન્ટર વાળા તેમની પાસે પડેલા બેનરો કોમ્પ્યુટર પર ઢાંકે છે છતાં વધુ વરસાદમાં પાણી કોમ્પ્યુટર અને પ્રિન્ટર માં ભરાઈ જાય છે સાથે સાથે ફર્નિચર પણ પાણી ના કારણે બગડે છે.
આ બાબતે એજન્સીના અધિકારીઓને રજૂઆત કરતા ત્યાથી એવો જવાબ મળે છે કે અમારે એકવાર સેન્ટર ચાલુ કરી આપવાનું હોય છે ત્યારબાદની જવાબદારી પાલિકા ની હોય છે, જ્યારે પાલિકામાંથી એવો જવાબ મળે છે જે એ એજન્સી ની જવાબદારી છે. આમ ખો ખો ની રમતમાં સેન્ટર નો સામાન બગડી રહ્યો છે. અને સેન્ટર જે હેતુ માટે ખુલ્લુ મૂક્યું છે એ માટેની એકપણ કામગીરી
આ સેન્ટરમાં થતી નથી, એજન્સી વાળા એ તાલીમ આપ્યા બાદ પણ કોઈજ કામગીરી નહીં થતા ઓપરેટરો સેન્ટર ઉપર બેસી કંટાળી રહ્યા છે

(10:00 PM IST)