તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 26th August 2025
વિદ્યાર્થીઓમાં વધતી હિંસક ભાવના પાછળ સમાજ વ્યવસ્થા કારણભૂત
મોબાઇલ ગેમ વિધાર્થીને અહમવાળો બનાવી દે છેઃ જયારે તે તૂટે ત્યારે ઝનૂની બને સંવેદનશીલતાનો થઇ રહેલો નાશ : દેખાડાની દુનિયા થઇ ગઇઃ સ્વાર્થવૃત્તિ વધતી ગઇ, વયસ્ક મહિલાઓ અને પુરુષોને પણ હવે પોતાની લાઇફ જીવવી છે

વડોદરા તા.૨૬: રાજયમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા, ચપ્પુથી હુમલો સહિતના બનાવોના પગલે શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયાબાદ આ બનાવો પર અંકુશ મેળવવા અને નેસ્તનાબૂદ કરવા માટે હાથ ધરાયેલી કવાયતમાં શહેરના મનોચિકિત્સકે આ ઘટનાઓ પાછળ મહદ અંગે વાલીઓ સમાજ રચના જવાબદાર હોવાનું જણાવ્યુ હતું. તંત્ર આ સમસ્યાના મૂળમાં જવાના બદલે તેના પર કામ ચલાઉ નિયમો અને તેના પાલન માટેની યાદી બહાર પાડી સંતોષ માની લેશે. પરંતુ આગામી દિવસોમાં આ સમસ્યા ગંભીર રીતે વકરશે તેવી ભીતી પણ મનોચિકિત્સક પૂર્વી ભિમાનીએ વ્યકત કરી છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા, મહિસાગરના બાલાશિનોરમાં ચપ્પુ થી હુમલો અને શહેરની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં /વિદ્યાર્થીએ હુમલો કરી ચપ્પુ બતાવવા સહિતના પગલે શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો હતો. શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલમાં આવતા વિદ્યાર્થીઓની બેગ ચેક કરવા અને શાળામાં સમિતિ બનાવો સહિતના આદેશો બહાર પાડી દીધા હતા. શાળાએ ઉસકી ટોપી ઉસકે શર ની જેમ વાલીઓને એક સુચન મોકલી આપ્યુ હતુ જેમાં વિદ્યાર્થીની બેગ શાળાએ આવતા અગાઉ વાલીઓએ ચેક કરવી તેવુ જણાવ્યુ હતુ.
મનોચિકિત્સક પૂર્વી ભીમાનીએ જણાવ્યું હતુકે વાલીઓ આજ કાલ મોબાઈલમાં વ્યસ્ત રહે છે. તેઓ તેમના બાળકોને સમય આપી શકતા નથી. બાળકોને મોબાઈલ પકડાવી દે છે. બાળકો મોબાઈલ પર ગેમ રમતા થઈ જાય છે. આ ગેમ બાળકને ઇગોવાળો બનાવી દે છે ગમે તે રીતે જીતવુજ આ ભાવના પ્રબળ બને છે જયારે તેનો આ અહંમ તુટે છે. ત્યારે તે હિંસક બની જાય છે. જેના લીધે તેનો ક્રોધ એક અથવા બીજી રીતે વ્યકત થાય છે. સંયુક્ત કુટુંબ તુટતા ગયા છે. દાદા-દાદી પાસેથી પૌત્ર-પૌત્રીને વાર્તા સાંભળવા મળતી નથી. જે વાતાં અર્થપૂર્ણ જીવનમાં સંદેશ આપતી રહેતી હતી. સમાજ સંવેદનશીલતા ગુમાવી રહ્યો છે. દેખાડાની દુનિયા થઈ ગઈ છે. સ્વાર્થવૃતિ વધતી ગઈ છે. વયસ્ક મહિલાઓ અને પુરુષોને પણ હવે પોતાની લાઇફ જીવવી છે.
યુવાનો દ્વારા માતા પિતાને મારવાના અને તરુણોમાં બ્લેક મેલિંગના કિસ્સા વધ્યા
કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે યુવાનો છે. તેઓની માનસિકતમાં આવેલા પરિવર્તનના લીધે તેઓ માતા પિતાને મારતા થઇ ગયા છે. કોલેજમાં બ્રાન્ડેડ કપડાં પહેરીને બીજા આવે છે મને લાવી આપો. માતા પિતા દ્વારા ગમે તેમ કરીને તને સારી કોલેજમાં એડમીશન અપાવ્યુ હવે પૈસાની વ્યવસ્થા નથી કહેતા માર મારવામાં આવે છે. દરમહિને ત્રણ થી ચાર માતા-પિતા આ વ્યથા લઇને આવે છે. જયારે તરુણોના માતા પિતા સાથેના બ્લેક મેલીંગના કિસ્સા દર મહિને ૧૦ થી ૧૨ આવે છે. તેઓ શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે સરખામણી કરી તેવીજ વસ્તુઓ લાવવા માટે દબાણ કરે છે માતા પિતા નહી લાવી આપતા ઘરમાં પુરાઇ રહે છે વાતચીત કરવાનુ બંધ શાળાએ નહી જાઉ તે સહિતના બ્લેક મેલીંગ કરતા હોય છે. આ માટે તુટેલી સમાજ વ્યવસ્થાજ જવાબદાર હોવાનું મનોચિકિત્સક ઉમેરે છે.(૩૮.૧૧)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
