તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Tuesday, 26th August 2025
જીઇબી એન્જીનિયર્સ એસો. લડતના માર્ગે સ્માર્ટ મીટર ભારણ અપૂરતો સ્ટાફ-કામગીરીમાં ભેદભાવ સામે આંદોલન કરશે
અમદાવાદમાં મીટીંગ મળીઃ ઉગ્ર લડત આપવાનો ઠરાવ પસાર કરાયો

રાજકોટ તા. ર૬ :.. તાજેતરમાં અમદાવાદમાં જીઆઇબી એન્જિનિયર્સ એસોશિએશન, જીયુવીએનએલ અને તેના તાબાની છ સબસીડરી કંપનીઓ પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, જેટકો તથા જીએસઇસીએલ. કંપનીઓમાં ફરજ બજાવતા ૬૭૦૦ થી વધુ વર્ગ-૧ અને ર તથા સુપર કલાસ સુધીના ઇજનેરોની મીટીંગ યોજાઇ હતી, આ મીટીંગમાં ઇજનેર કેડરના લાંબા સમયથી પડતર પ્રશ્નોને વાચા આપવા માટે સાતેય કંપનીઓના ૧પ૦ થી વધુ આ એસોસીએશનના હોદેદારો સીએમસી મીટીંગમાં ઉપસ્થિત રહેલ.
મીટીંગમાં ફાઇનલ જોયા મુજબ, ૧. DISCOM કંપનીઓમાં કામગીરી બાબતે કોઈ યુનીફોર્મ સ્ટ્રક્ચર ન હોય તેથી એક યા બીજી કંપનીમાં ફરજ બજાવતા અધિકારીઓમાં કામગીરીની સરખામણી કરતાં હોવાથી મેનેજમેંટની આ ભેદભાવભરી નીતિથી એસોસિએશનના સભ્યોમાં વ્યાપક અસંતોષ અને રોષ ઉદ્વવી રહ્યો છે.
૨. તેમજ પીજીવીસીએલ કંપનીના મેનેજમેંટ દ્વારા જે સ્માર્ટ મીટર લાગવાની કામગીરી પ્રાઇવેટ એજન્સીને આપેલ હોવા છતાં સ્માર્ટ મીટરને સંલગ્ન વધારાની કામગીરી જે તે સબ-ડિવિજનને આપતા જે તે સબ-ડિવિજનના ઈજનેરો ઉપર કામનું ભારણ ખુબ જ વધી ગયું છે સાથે સાથે પીજીવીસીએલ કંપનીના મેનેજમેન્ટ દ્વારા ઇજનેર કેડરોની બદલીઓમાં વ્હાલા-દવલાની નીતિ હોવાથી મેનેજમેન્ટની આ નીતિનો પણ એસોસિયેશનની મિટિંગમાં હાજર હોદ્દેદારો દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવેલ.
૩. આ ઉપરાંત, ડીજીવીસીએલ અને એમજીવીસીએલ કંપનીના એસોસીએશનના મિટિંગમાં હાજર હોદ્દેદારો દ્વારા અલગ અલગ મુદ્દે મેનેજમેંટ વિરુદ્ધ રોષ વ્યક્ત કરેલ છે જેમાં મુખ્યત્વે ડીજીવીસીએલ કંપનીમાં બેક-ઓફિસનું સ્ટ્રક્ચર જેમાં હયાત સબ-ડિવિજનમાંથી સ્ટાફ ઉઠાવીને બનાવવામાં આવ્યું છે જેને લીધે હાલમાં મોટા ભાગના સબ-ડિવિજન ઓફિસ માં ૨-જૂનિયર ઈજનેર અને ૧-ડેપ્યુટી ઈજનેરને બદલે માત્ર ૧- જૂનિયર ઈજનેર સમગ્ર સબ-ડિવિજનનો વહીવટ સંભાળતા હોય સમગ્ર સબ-ડિવિઝનની જવાબદારી તેમના એકલાના શિરે હોવાથી કામગીરીનો ખૂબ જ બોજ વધી ગયેલ છે જેના અનુસંધાને ડીજીવીસીએલ કંપનીના ઈજનેરો દ્વારા મેનેજમેંટ વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
૪. કંપનીઓ દ્વારા મેન્ટેનન્સ માટે પૂરતું સ્ટાફ સેટ અપ ન આપેલ હોવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ રહેલ છે સાથે સાથે અકસ્માતો પણ થવાની સંભાવના વધી છે જે કંપની અને કર્મચારીઓ/ અધિકારીઓના હિતમાં નથી જે બાબતે પણ મિટિંગમાં ચર્ચા કરવામાં આવેલ અને આગળની ન્યાયિક રણનીતિ ઘડવાનું નક્કી કરવામાં આવેલ.
ઉપર રજૂ કરેલ મુદ્દાઓ બાબતે સી.એમ.સી. મિટિંગમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવેલ તેમજ તમામ હોદ્દેદારોનો અભિઙ્ઘાય જાણ્યા બાદ સદર મુદ્દાઓ બાબતે લાંબા સમયથી એસોસિએશન દ્વારા મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવા છતાં નિરાકરણ લાવવામાં આવતું નથી જેને ધ્યાને રાખીને એસોસિએશન દ્વારા આગામી ટૂંક જ સમયમાં ઉપરોક્ત રજૂ કરેલ મુદ્દાઓ બાબતે ઉગ્ર લડત આપી ન્યાય મેળવવાનું નક્કી કરતો ઠરાવ પસાર કરવામાં આવેલ તેમ ઇન્ચાર્જ સેક્રેટરી જનરલ શ્રી હરેશભાઇ વઘાસીયાએ ઉમેર્યું છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
