<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

પીએમ મોદીનો ૭૫મો જન્‍મદિનઃ નરેન્‍દ્રભાઈના જીવન પર નાટક, ડોક્‍યુમેન્‍ટરી પ્રદર્શિત થશેઃ સરદાર જયંતીએ કરમસદથી પદયાત્રા યોજાશે

 

નરેન્‍દ્રભાઇના મોદીના ૧૭ સપ્‍ટેમ્‍બરના રોજ ૭૫મો જન્‍મદિનથી ભાજપ બીજી ઓક્‍ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવાનો છે. પ્રમુખ પાટીલે પત્રકારોને માહિતી આપતાં કહ્યું કે, સરદાર વલ્‍લભભાઈ પટેલની જન્‍મજયંતી નિમિત્તે કરમસદથી સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી સુધી ૧૫૦ કિ.મી.ની પદયાત્રા યોજવામાં આવશે. નમો ઉત્‍સવ દ્વારા નરેન્‍દ્રભાઇના જીવન પર આધારિત એક નાટક ગુજરાતીમાં તૈયાર કરવામાં આવ્‍યું છે. આ નાટક ગુજરાતમાં સૌ પ્રથમ નરેન્‍દ્રભાઇના જિલ્‍લા-મહાનગરના અલગ અલગ સ્‍થળો પર બતાવાશે. આવનાર પેઢીને પણ નમો ઉત્‍સવ નાટકથી પ્રેરણા મળશે તેવો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, દરેક જિલ્‍લામાંથી ૭૫૦ બોટલ બ્‍લડ ડોનેશનથી એકત્રિત કરાશે. ખેલ મહોત્‍સવ દરમિયાન ખેલાડીઓને રમતની કિટ અપાશે. દિવ્‍યાંગોને સરકારના લાભો આપવા ખાસ જહેમત ઊઠાવાશે. સમગ્ર પખવાડિયા દરમિયાન સ્‍વચ્‍છતા અભિયાન ચલાવાશે. એક પેડ મા કે નામ વૃક્ષારોપણ અભિયાન પણ ચલાવાશે, પાટીલે કહ્યું કે, વડાપ્રધાન મોદીના જીવન આધારિત એક પુસ્‍તકનું વેચાણ શરૂ કરાશે.

(11:34 AM IST)