<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરાયું : હરણાવ નદીના પૂરમાં રસ્તો ધોવાઈ ગયો

રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ્પ : શાર્ણેશ્વરથી જૈન મંદિર વિસ્તાર તરફનો રસ્તો બંધ: પોળોમાં અનેક વીજળીના પોલ પણ પડી ગયા

સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટનો મુખ્ય રસ્તો હરણાવ નદીના પૂરમાં ધોવાઈ ગયો છે. પોળો ફોરેસ્ટમાં જવાનો મુખ્ય રસ્તો ધોવાતા પ્રવાસીઓ માટે મુશ્કેલી ઉભી થઈ છે. રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઈ જવા પામ્યો છે. શાર્ણેશ્વરથી જૈન મંદિર વિસ્તાર તરફનો રસ્તો બંધ છે. પોળોમાં બે સ્થળે રસ્તો ધોવાઈ જવા પામ્યા છે. પોળોમાં અનેક વીજળીના પોલ પણ પડી જવા પામ્યા છે. પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરાયું છે. હરણાવ નદીમાં પૂરને લઈ સલામતીને ધ્યાનમાં રાખી બંધ કરાયું  છે .  


 

(1:55 PM IST)