<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

અમદાવાદમાં એક્ટીવાને અડફેટે લઇ અકસ્માત કરનાર ટ્રક ડ્રાઇવર રૂપમસીંગ ઠાકુરની ધરપકડ

ટ્રકચાલકે એક્ટિવાને અડફેટે લેતાં બે મહિલાઓના કરુણ મોત થયા હતા

અમદાવાદમાં થયેલા ગમખ્વાર અકસ્માત કેસમાં પોલીસે ટ્રક ડ્રાઇવર રૂપમસીંગ ઠાકુરની ધરપકડ કરી છે. આ ઘટનામાં ટ્રકચાલકે એક્ટિવાને અડફેટે લેતાં બે મહિલાઓના કરુણ મોત થયા હતા. મૃતક મહિલાઓમાં પોલીસ કોન્સ્ટેબલ વિરલ રબારી અને 108માં ફરજ બજાવતા હિરલ રાજગોરનો સમાવેશ થાય છે. આ બંને યુવતીઓ વડાપ્રધાનના બંદોબસ્તમાં ફરજ બજાવી રહી હતી ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બની હતી. આ ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી, અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડ્યો છે.

(7:48 PM IST)