News of Tuesday, 26th August 2025
દેડિયાપાડા તાલુકાના તલાઇ ઘાટના વહેતા પાણીમા ૧૧ વર્ષના દીકરાનું ડૂબી જવાથી મોત નિપજ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલ ઓડીફળીયામાં આવેલ તલાઇઘાટના વહેતા પાણીમા ડૂબી જતા એક બાળકનું મોત થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર જયદિપભાઇ રમણભાઇ પુનીયાભાઇ વસાવા( ઉં.વ.૧૧)( રહે.માલ ઓડીફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓ પોતાના ઘરની નજીક આવેલ ખુલ્લી જગ્યામા રમતી વખતે કોતરમા લપસી જવાથી અને ઉપરવાસમા ભારે વરસાદ ચાલુ હોઇ જેથી કોતરમા ઉંડા અને વહેતા પાણીમાં તણાય જઇ ડુબી જવાથી તેમના કુટુંબીજનોએ શોધખોળ કરતા તેનો મૃતદેહ તેમના ગામમાં ઓડીફળીયામા આવેલ તલાઇઘાટમાં વહેતા પાણીમા મૃત હાલતમાં મળી આવેલ હોઇ દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
