News of Tuesday, 26th August 2025
સુરતમાં કારે લાલ દરવાજા પાસે બાઈક સવારને અડફેટે લઈને 50 મીટર સુધી ઢસેડ્યો
સ્કોર્પિયો કાર ચાલક નશામાં ધૂત હોવાનું માલૂમ પડતા લોકોએ બરાબરનો મેથીપાક આપ્યો

સુરત : રાજ્યમાં બેફામ કારચાલકોને જાણે કોઈ જ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં કારે લાલ દરવાજા પાસે બાઈકચાલકને ટક્કર મારી હતી. બાઈક સવારને અડફેટે લઈને 50 મીટર સુધી ઢસેડ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. સ્કોર્પિયો કાર ચાલક નશામાં ધૂત હોવાનું માલૂમ પડતા લોકોએ બરાબરનો મેથીપાક આપ્યો હતો. બીજી તરફ રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડેલા જોવા મળ્યા. આ જ ખાડાના કારણે બાઈકચાલકે પોતાનું વાહન ધીમું કરતા અકસ્માતનો ભોગ બન્યા હોવાનું પણ સામે આવ્યું હતું .
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
