<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

પૂર્વ આઈએએસ અધિકારી ગિરિશચંદ્ર મુર્મુની જગન્નાથજી મંદિર ટ્રસ્‍ટના મેમ્‍બર તરીકે નિમણૂક

 

રાજકોટઃ- ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અધિકારી ગીરીશચંદ્ર મૂર્મૂની ઓડિસાના વિશ્વ પ્રસિધ્‍ધ જગન્નાથજી મંદિર ટ્રસ્‍ટના સભ્‍ય તરીકે નિમણૂક થઈ છે.

જમ્‍મુ કાશ્‍મીર રાજ્‍યને કેન્‍દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્‍યો ત્‍યારે શ્રી મૂર્મૂ ત્‍યાંના પ્રથમ ઉપ-રાજ્‍યપાલ નિયુક્‍ત થયા'તા.

ભારત સરકારના સી.એ.જી. તરીકે પણ તેઓશ્રીએ ફરજ બજાવી હતી. અકિલા પરિવારે શ્રી મુર્મુને કોટી કોટી શુભકામના પાઠવી છે.

ચરાડવા મહાકાલી આશ્રમના બ્રહ્મલીન મહંત પૂજ્‍ય દયાનંદગીરીબાપુના તેમના ઉપર હંમેશ આશીર્વાદ રહ્યા છે. હાલના મહંત પૂજ્‍ય અમરગીરી બાપુએ તેમને શુભકામના અને આશીર્વાદ પાઠવ્‍યા છે.(૨.૧૨)

(11:00 AM IST)