News of Wednesday, 27th August 2025
ધોળકાના કોદારીયાપુરા ગામમાં સાબરમતી નદીમાં ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ
ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ધોળકાના કોદારીયાપુરા ગામમાં 3 લોકો નદીમાં ફસાયા હતા. જેની જાણ રેસ્ક્યુ ટીમે થતા તેમને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર સાબરમતી નદીમાં ફસાયેલા 3 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નદીમાં ફસાયેલા લોકો કોદારીયાપુરા અને ઘરોડા ગામના હોવાનું સામે આવ્યું છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધતા અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે સાબરમતીના પાણીએ ચારેબાજુ અડિંગો જમાવ્યો છે.એવામાં ત્રણ લોકો કોદારિયા ગામમાં ફસાયા હતા. જેમનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ કરાયું. એક દંપતી અને અને અન્ય એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું. સ્થાનિક ફોટોગ્રાફર દ્વારા ડ્રોન ઉડાડી અને તપાસ કરી હતી. નદીમાં પાણીમાં ફસાયેલા લોકોની જાણ તંત્રને કરી હતી. તંત્રને જાણ કરી અને હેલિકોપ્ટર મગાવી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન નેવી દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
