<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

વિસાવદરમાં એચ.આઈ.વી.જાગળતિ કાર્યક્રમ યોજાયો

 

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર : આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ,ગુજરાત રાજ્‍ય. જીસેક્‍સ તેમજ સરકારશ્રીની સુચના અન્‍વયે  દેવમણી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ માં આઈ.સી.ટી.સી આર.એચ. એન્‍ડ સી.એચ.સી-વિસાવદરનામેંદરડાના કાઉન્‍સેલર આશિષભાઇ બદાણી તેમજ આઈસીટીસી લેબ. ટેક હિરેન રાબડીયા તેમજ લેબ. ટેક. ઉમેશભાઈ દીખીત સરકારી હોસ્‍પિટલના ઇન્‍ચાર્જ અધિક્ષક ડો.એ.પી ડોડીયા, ટી.એચ.ઓ ડો, ટી એચ એસ એલ. વી ડાંડ, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર વાજા,ડો.ગામીત, ગોપાલભાઈ વઘાસીયા, દેવમણી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજના પ્રિન્‍સિપાલ ઝાલા  ડીપીઓ શ્રી વ્‍યાસ, તેમજ  દિશા ડાપકુ ટીમ ના માર્ગદર્શન હેઠળ રેડ રીબીન ક્‍લબ અંતર્ગત સરકારી હોસ્‍પિટલ વિસાવદરના આઈસીટીસી વિભાગ દ્વારા  એચઆઈવી/એઇડ્‍સ અંગેની જાગળતિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ. ૭૨જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આચાર્ય  તેમજ વિદ્યાથી દ્વારા પ્રશ્‍નોત્તરી કરી ચર્ચા કરવામાં આવી હતી. તદઉપરાંત વિદ્યાર્થીઓની આરોગ્‍ય લક્ષી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા યોજાઈ હતી અને વિજેતા સ્‍પર્ધકોને શિલ્‍ડ તથા મોમેન્‍ટો આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા

(1:19 PM IST)