<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્‍ચે ઓપરેશન સિંધુ હેઠળ ૨૦૦૩ ભારતીયોની સ્‍વદેશ વાપસી ઈરાન અને ઈઝરાયેલ વચ્‍ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્‍ચે ભારત સરકારે ‘ઓપરેશન સિંધુ' શરૂ કરીને ઈરાનમાં ફસાયેલા ૨૦૦૩ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે નવી દિલ્‍હી પાછા લાવ્‍યા છે. આ ઓપરેશનમાં ત્રણ અલગ-અલગ ફ્‌લાઇટ્‍સનો ઉપયોગ કરવામાં આવ્‍યો. વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસની ઝડપી કાર્યવાહીને કારણે આ નાગરિકોને યુદ્ધગ્રસ્‍ત વિસ્‍તારમાંથી બચાવી શકાયા. વાપસ આવેલા નાગરિકોએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને સરકારનો આભાર માન્‍યો છે. આ યુદ્ધને કારણે ભારતના બાસમતી ચોખાની નિકાસ પર પણ અસર થઈ છે, જેના કારણે કચ્‍છના કંડલા અને મુન્‍દ્રા બંદરો પર ૧ લાખ ટન ચોખા અટક્‍યા છે.2:57 PM IST

પ્‍લેન ક્રેશના મૃતકો-ઇજાગ્રસ્‍તોનાં પરિજનોને સહાય આપવાનું શરૂ : હોટલ તાજ ખાતે હેલ્‍પ ડેસ્‍ક અમદાવાદમાં બનેલા ભયાનક પ્‍લેન ક્રેશના મૃતકો અને ઇજાગ્રસ્‍તોના પરિવારોને આર્થિક સહાય આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. હોટલ તાજના ત્રીજા માળે ખાસ હેલ્‍પ ડેસ્‍ક શરૂ કરવામાં આવ્‍યું છે, જયાં પરિવારજનોએ મૃત્‍યુ પ્રમાણપત્ર સહિતના જરૂરી દસ્‍તાવેજો રજૂ કરવાના રહેશે. અત્‍યાર સુધીમાં ત્રણ પરિવારોને સહાય ચૂકવવામાં આવી છે. આ દુર્ઘટનામાં વડોદરાના બે મહિલાઓ અને એક યુવકનું મૃત્‍યુ થયું હતું, જેમાંથી યુવકના લગ્ન બે દિવસ પહેલાં જ થયા હતા. ૨૫૧ ડીએનએ સેમ્‍પલની ઓળખ થઈ છે, અને ૨૪૫ પાર્થિવ દેહ પરિવારોને સોંપાયા છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્‍તોને ઝડપથી રાહત પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે. 3:07 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટ્રાન્સપેરન્ટ – ટાઈમલી અને ટેક્નોલોજીયુક્ત ગવર્નન્સનું વધુ એક ઉત્તમ ઉદાહરણ : સિંગલ ક્લિકથી રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૭૨૪ કરોડથી વધુની સહાય DBT દ્વારા મળી : નમો લક્ષ્મી યોજનામાં ૧૦.૮૩ લાખ કન્યા છાત્રાઓને રૂ.૬૦૦ કરોડ મળ્યા : અત્યાર સુધીમાં સમગ્રતયા રૂ. ૧૩૧૮ કરોડથી વધુની રકમ વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવી:નમો લક્ષ્મી યોજનાની સફળતાને પગલે એક જ વર્ષમાં માધ્યમિક શાળાઓમાં કન્યાઓના નામાંકનમાં ૧૬ ટકાનો વધારો થયો : નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના પરિણામે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓમાં ૧૧ ટકાની વૃદ્ધિ થઈ : નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો વિજ્ઞાન પ્રવાહના ૧.૫૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓને રૂ. ૫૨ કરોડનો સહાય લાભ મળ્યો: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે ૫૦ હજાર વિદ્યાર્થીઓને કુલ રૂ. ૪૧ કરોડથી વધુની સ્કોલરશિપ ચુકવવામાં આવી: મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અંતર્ગત ૬૦ હજાર વિદ્યાર્થીઓને રૂ. ૩૧ કરોડથી વધુની સ્કોલરશિપનું ચુકવણું થયું.3:21 PM IST

ગુજરાત સહિત દેશના એક ડઝન રાજ્‍યોની પોલીસને ટોપ ડિગ્રી ધરાવતી યુવતીએ ધંધે લગાડવાનું રહસ્‍ય ખુલતા લોકો જ નહીં પોલીસની આંખો આશ્‍ચર્યથી પહોળી બની ગયેલ... : દેશના ઇતિહાસમાં કોઈ યુવતીએ બદલો લેવા આવું પ્‍લાનિંગ નહીં કર્યુ હોય...૧૧ રાજ્‍યની પોલીસ ન કરી શકી તે અમદાવાદ પોલીસે કરી બતાવ્‍યું.. સુપર વાયરલ કિસ્‍સા અંગે આખું ગુજરાત જાણવા માગે છે, તેવા કિસ્‍સા અંગે ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ અકિલા સમક્ષ હિંદી ફિલ્‍મોની કાલ્‍પનિક સ્‍ટોરીને ટક્કર મારતી સ્‍ટોરી વર્ણવે છે :નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ સહિત એક ડઝન સ્‍થળે બોમ્‍બ ધમકી સાથે દેશના ૧૧ રાજ્‍યોને વિવિધ સ્‍થળો પર બોમ્‍બથી ઉડાડી દેવાની ધમકી આપનાર યુવતી બિન્‍દાસ્‍ત ફરતી, જેના મોબાઇલ નંબર નાખેલ તે લગ્નના આગલા દિવસે પોલીસ પૂછપરછ કરતી હતી :પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ ટીમ અને ખાસ કરી સાયબર ક્રાઇમ ડીસીપી લવીના સિંહા, એસીપી હાર્દિક માંકડિયા ટીમની કામગીરી વિશે વાંચી આફ્રિન પોકારી ઉઠશો1:25 PM IST