<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ફરી એકવાર ઇડીનો દુરૂપયોગ થયોઃ ઇસુદાન ગઢવી

રાજકોટ, તા. ર૭ : આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દિલ્‍હી અધ્‍યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે થઈ રહેલી EDની રેડને લઈને કેન્‍દ્રની ભાજપ સરકાર પર કડક પ્રહાર કર્યો હતો. ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે ફરી એક વાર EDનો દુરુપયોગ કરવામાં આવ્‍યો છે અને આમ આદમી પાર્ટીના દિલ્‍હી પ્રદેશ અધ્‍યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે ED દ્વારા રેડ કરવામાં આવી છે.

સૌરભ ભારદ્વાજના ઘરે જે નકલી કૌભાંડના બહાને રેડ કરવામાં આવી રહી છે, તે સમય દરમિયાન તેઓ મંત્રી પણ નહોતા. ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્‍યું હતું કે આજે આખા દેશમાં નરેન્‍દ્ર મોદીની ડિગ્રીનો મામલો ચર્ચામાં છે. આખો દેશ જાણવા માંગે છે કે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીજીની ડિગ્રી સાચી છે કે ખોટી. આ મહત્‍વપૂર્ણ મુદ્દાને દબાવવા અને લોકોનું ધ્‍યાન ભટકાવવા માટે જ AAP નેતાના ઘરે રેડ કરવામાં આવી રહી છે. ગુજરાત અને ભારત દેશની જનતા હવે આ ED અને CBI ના નાટકો સમજી ગઈ છે. 

(3:24 PM IST)