<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

વડોદરાના શિનોરના રિદ્ધિ-સિદ્ધ વિનાયક ગણેશજી મંદિરમાં શ્રીજીને કિંમતી આભૂષણો ચડાવવામાં આવ્યાં

પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી ટ્રેઝરીમાંથી 2થી 3 કરોડના આભૂષણો ગણેશજીને અર્પણ કરાયા

વડોદરાના શિનોરના રિદ્ધિ-સિદ્ધ વિનાયક ગણેશજી મંદિરમાં શ્રીજીને કિંમતી આભૂષણો ચડાવવામાં આવ્યાં હતા  પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી ટ્રેઝરીમાંથી 2થી 3 કરોડના આભૂષણો ગણેશજીને અર્પણ કરવામાં આવ્યાં હતા . 

 નર્મદા નદીકાંઠે આવેલા રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણેશજીના મંદિરે ગાયકવાડી શાસન દરમિયાન સર ગાયકવાડ રાજાએ આભૂષણો ચડાવ્યા હતા. વર્ષો વર્ષથી મંદિરના આભૂષણો સરકાર હસ્તક કસ્ટડીમાં મુકવામાં આવે છે અને દર વર્ષે ગણેશ ચતુર્થીના શુભ દિવસે શિનોર પોલીસ સાથે ગણેશજીના આભૂષણો સરકારી કસ્ટડીમાંથી લાવી ગણેશજીને ચડાવવામાં આવે છે.

(6:06 PM IST)