<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગણેશચતુર્થીએ મોહનથાળનો પ્રસાદ બનાવાની કામગીરીનો પ્રારંભ

ભાદરવી પૂનમના મેળા દરમિયાન કુલ 30 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરાશે

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે મા અંબેનો પ્રસાદ મોહનથાળ ખૂબ જ પ્રિય હોય છે. દર્શન માટે આવતા યાત્રિકો અચૂક મોહનથાળનો પ્રસાદ પોતાની સાથે લઈ જતા હોય છે. અંબાજી આવતા લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગને સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજે ગણેશચતુર્થીના દિવસે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. શુદ્ધ ઘી, બેસન, ખાંડ અને ઈલાયચીનો ઉપયોગ કરીને પ્રસાદ બનાવવની કામગીરી ચાલુ છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન કુલ 30 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરાશે

 

(6:13 PM IST)