News of Wednesday, 27th August 2025
સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના માર વચ્ચે વધુ એક ડાયમંડ કંપનીએ કારીગરોની છટણી કરી
છેલ્લા ત્રણ દિવસથી ક્રિસ ડિયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના માર વચ્ચે વધુ એક ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા છે. અમેરિકાએ જાહેર કરેલા વધુ ટેરિફના અમલની સાથે જ રત્નકલાકારો માટે આ માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતના કતારગામની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ કંપનીએ કારીગરોને છૂટા કરવાની જાહેરાત કરી છે. કંપનીએ અચાનક 80 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ક્રિસ ડિયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા છે. ક્રિસ ડીયામ વિદેશના વેપારીનું જોબ વર્કનું કામ કરતી હતી.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
