News of Wednesday, 27th August 2025
કડીના ઓલવેજ જીમ નજીક ઇરાણા ગામના વ્યક્તિ પર પાંચ શખ્સોએ તલવાર અને ધોકા સાથે હુમલો કર્યો
બે જૂથો વચ્ચે ચાલતી જૂની અદાવતમાં ઇરાણા ગામના કમલેશ દેસાઈ પર જીવલેણ હુમલો

મહેસાણામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જાહેરમાં હથિયારો સાથે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે. કડીના ઓલવેજ જીમ નજીક ભાથાભારે શખ્સોએ કાળો કેર વરતાવ્યો હતો. ઓલવેજ જીમ નજીક ઇરાણા ગામના વ્યક્તિ પર 5 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. બે જૂથો વચ્ચે ચાલતી જૂની અદાવતમાં ઇરાણા ગામના કમલેશ દેસાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. પાંચ માથાભારે શખ્સોએ તલવાર અને ધોકા સાથે હુમલો કર્યો હતો..હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને વધુ સારવાર માટે અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમાલાખોરો સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
