તા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૨ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
વડોદરામાં પેલેસના ગણેશની શહેનાઈઓ, સારંગી અને તબલા સાથે વાજતે ગાજતે શાહી સવારી નીકળી
લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં ગણેશજી બિરાજમાન :10 દિવસ સુધી નાગરિકો શ્રીજીના દર્શન કરી શકશે.

વડોદરામાં પેલેસના ગણેશની શાહી સવારી નીકળી છે. શાહી પરંપરા મુજબ પેલેસમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. 1939થી ચાલતી આવતી પરંપરા મુજબ શહેનાઈઓ, સારંગી અને તબલા સાથે વાજતે ગાજતે ગણેશજીની શાહી સવારી નીકળી હતી. લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં ગણેશજી બિરાજમાન કરવામાં આવી રહ્યા છે. રાજવી પરિવાર દ્વારા દર વર્ષે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે.ભાવનગરથી ખાસ માટી મંગાવીને ગણેશજીની પ્રતિમા બનાવાય છે. 10 દિવસ સુધી દરબાર હોલમાં બિરાજમાન થયેલ શ્રીજીના નાગરિકો દર્શન કરી શકશે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
