તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Wednesday, 27th August 2025
ગુજરાતના તમામ મહાનગરોમાં ઠેર ઠેર શુભ મૂહૂર્તમાં ભગવાન ગણેશનું સ્થાપન કરાયું
અમદાવાદ,ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ,બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના તમામ જિલ્લા અને તાલુકાના ગ્રામય વિસ્તારોમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી

અમદાવાદ : આજથી દેશભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ગુજરાતના તમામ મહાનગરોમાંઠેર ઠેર શુભ મૂહૂર્તમાં ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે.ગણપતિ મંદિરોમાં ભક્તોની લાંબી ભીડ જોવા મળી છે.ભક્તો ભગવાન ગણપતિના દર્શનાર્થે ઉમટ્યા છે. આજથી 10 દિવસ સુધી ભગવાન ગણેશનો ઉત્સવ ધામધમથી ઉજવવામાં આવશે, અમદાવાદ,ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ,બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના તમામ જિલ્લા અને તાલુકાના ગ્રામય વિસ્તારોમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
ભાદરવા સુદ ચોથ એટલે ગણેશજીને ભજવાનો અનેરો અવસર. ગણેશ ચતુર્થી પર ગણપતિ મંદિરો, ઘર અને પંડાલો ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી રહ્યા છે. લોકો પોતાના ઘરે ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી પૂજન-અર્ચન કરે છે અને બાપ્પાને પ્રિય મિષ્ટાન્નો ભોગ અર્પણ કરે છે. ગણેશ ચતુર્થી તહેવાર ભગવાન ગણેશજીને સમર્પિત છે. દરવર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ભારતમાં ગણેશ ચતુર્થી ઉતસ્વ ઉજવાય છે. આજે 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ તહેવાની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ગણેશોત્સવના આરંભે દેશભરના ગણેશજીના પંડાલોમાં વહેલી સવારથી જ ભક્તો બાપ્પાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ધાર્મિક માન્યતા મુજબ ભાદરવા સુદ ચોથના દિવસે ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો. અને એટલે આ દિવસે વિઘ્નહર્તા અને સંકટ દૂર કરનાર ભગવાન ગણેશજીનું પૂચન-અર્ચન કરવાનો મહિમા છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
