<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

અમદાવાદના કાલુપુરમાં આવેલ આંગડિયા પેઢીમાં લાખોની ઉચાપત : મેનેજર હાર્દિક પટેલ વિરુદ્ધ 70 લાખની છેતરપીંડી આચર્યાની ફરિયાદ

પેઢીના સંચાલકોને આર્થિક ઉચાપતની જાણ થતાં જ તેઓએ તાત્કાલિક કાલુપુર પોલીસ સ્ટેશનમાં મેનેજર હાર્દિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી પટેલ મહેન્દ્ર કુમાર અરવિંદ કુમાર નામની આંગડિયા પેઢીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પેઢીના મેનેજર હાર્દિક પટેલ પર 70 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આંગડિયા પેઢીમાં વિશ્વાસ પર પૈસાની લેવડદેવડ થાય છે, ત્યારે આ પ્રકારની ઘટનાએ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે.

  પેઢીના સંચાલકોને આર્થિક ઉચાપતની જાણ થતાં જ તેઓએ તાત્કાલિક કાલુપુર પોલીસ સ્ટેશનમાં મેનેજર હાર્દિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, હાર્દિક પટેલે લાંબા સમયથી પેઢીના પૈસાની હેરાફેરી કરી હતી અને કુલ 70 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ ઘટનાએ આંગડિયા પેઢીના સંચાલકો અને વેપારીઓને આંચકો આપ્યો છે

 

કાલુપુર પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી છે. આરોપી હાર્દિક પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીને ઝડપી પાડ્યા બાદ જ સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થશે અને ગુના પાછળના કારણો જાણી શકાશે. આ ઘટનાએ આંગડિયા પેઢીના વ્યવસાયની સુરક્ષા અને વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

(10:43 PM IST)