News of Thursday, 28th August 2025
જસ્ટીસ સંદિપ ભટ્ટના મામલે કોર્ટ કામગીરીની કાર્યવાહીનો બહિષ્કારનો ઠરાવ પાછો ખેંચાયો
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ એડવોકેટ એસો.ને મળવા બોલાવતા નિર્ણય લેવાયો

રાજકોટ, તા.૨૮: ગુજરાત રાજયના જસ્ટીસશ્રી સંદિપ એન. ભટ્ટની બદલી ગુજરાત હાઈકોર્ટમાં આંતરિક રાજકારણ અને જૂથવાદ અંગે કરેલ હોય તેવું માનવાને કારણ હોય જેની અસર જયુડીસ્યુરીની ગરીમાને લાંછન લાગે તેવી હોય જેથી તેઓની બદલીનો આદેશ પાછો ખેંચવા માટે સુપ્રિમ કોર્ટના કોલેજીયમ સમક્ષ રજુઆત કરવા તથા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ અને કોલેજીયમના સભ્યો સમક્ષ રજુઆત કરવાનું સર્વાનુંમતે ઠરાવવામાં આવતા, ગઈકાલે જે ઠરાવ કરેલ છે તે ગુજરાત હાઈકોર્ટ બાર એશોસીએશન દ્વારા મોકુફ રાખેલ હોય તેને રાજકોટ બાર એશોસીએશન સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ. તેમ ઠરાવી અગાઉનો ઠરાવ પાછો ખેંચી લીધો હતો.
ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા આજે તા.૨૮/૦૮/૨૦૨૫ ના રોજ જે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવેલ હતું, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ઠરાવ થયેલ તે બાબતે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનને મળવાનું જણાવેલ હોય, જેથી ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન ના પ્રમુખ શ્રી બ્રીજેશભાઈ જે. ત્રિવેદી દ્વારા ગઈકાલે થયેલ ઠરાવનો અમલ મુલ્તવી રાખેલ હોવાનું ટેલીફોનીક જણાવેલ હોય,જેથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજે તા.૨૮/૦૮/૨૦૨૫ ના રોજ કોર્ટ કાર્યવાહીથીઅલિપ્ત રહેવાનો ઠરાવ મૌકુફ રાખવાનું ઠરાવવામાં આવે છે.તેમ પરેશ બી. મારૂ પ્રમુખ -રાજકોટ બાર એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
