News of Thursday, 28th August 2025
સરકારી તાલુકા પુસ્તકાલય વિરમગામ ખાતે મેઘાણી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૮ મી જન્મ જયંતિ નિમિત્તે મેઘાણીના પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સરકારી તાલુકા પુસ્તકાલય વિરમગામ દ્વારા સોરઠની ધરતીના મહાન સાહિત્યકાર જેમના વીર રસથી લખેલા કાવ્યોથી સમાજમાં રાષ્ટ્રપ્રેમ જગાડનાર રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૮ મી જન્મ જયંતિ નિમિત્તે ગ્રંથાલય માં આવતા વાચક સિનિયર સિટીઝન તથા વિધાર્થીનીના હસ્તે સરસ્વતી માતાની મૂર્તિને તેમજ શ્રી ઝવેરચંદ મેઘાણીના ફોટાને ફૂલહાર વીધી કરવામાં આવી હતી.આ ઉપરાંત શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા વેપારી ભાઈઓ તથા વાચક મિત્રો તેમજ વિદ્યાર્થીઓએ પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
