News of Friday, 29th August 2025
રાષ્ટ્રીય સ્થાનિય સ્વરાજ પરિષદના પ્રથમ ચેરમેન તરીકે જૂનાગઢના ભરત ગાજીપરા

ગાંધીનગર તા. ર૯ :.. ભારત દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય સ્થાનિય સ્વરાજ પરિષદની સ્થાપના ગુજરાત રાજ્યથી પૂરા ભારતભરમાં પંચાયતી રાજ ક્ષેત્રે રાષ્ટ્રીય નેતળત્વ કરતા શ્રી ભરત ગાજીપરાના નેતળત્વમાં કરવામાં આવી છે. સમગ્ર ભારત માટે રજીસ્ટર્ડ આ સંસ્થાને ભારત સરકારના નીતિ આયોગે પણ રજીસ્ટ્રેશન આપેલ છે. તે ભારતના ૭૩મા બંધારણ હેઠળ આવતા સ્થાનિક સ્વરાજ્યના ગ્રામીણ એકમોમાં જિલ્લા પંચાયત, બ્લોક પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યો અને લાભાર્થીઓને શિક્ષણ, સુધારા, માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતી બહુરાષ્ટ્રીય સંસ્થા તરીકે કાર્ય કરશે અને ૭૪મા બંધારણ હેઠળ આવતા સ્થાનિક સ્વરાજ્યના શહેરી એકમોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, નગર પાલિકા, નગર પંચાયતના સભ્યો માટે કાર્ય કરશે. (ભરત ગાજીપરાનો મો. ૯૯રપપ ૭પર૪૧) સ્થાનિક સ્વરાજ્યના તમામ એકમો માટે સ્વતંત્ર રાષ્ટ્રીય પરિષદોની રચના કરવામાં આવશે, જેમાં ભારતના તમામ ૬૧ કેનોટમેન્ટ બોર્ડના મેયરોને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય કેનોટમેન્ટ બોર્ડ પરિષદ, ભારતના તમામ કેનોટમેન્ટ બોર્ડના ૪૨૫ ચૂંટાયેલા સદસ્યોને મજબૂત બનાવવા રાષ્ટ્રીય કેનોટમેન્ટ બોર્ડ સદસ્ય પરિષદ, ભારતના તમામ ૨૮૦ મહાનગરોના મેયરોને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય મેયર પરિષદ, ભારતના તમામ ૧૫,૦૦૦ મહાનગરોના સદસ્ય કોર્પોરેટરોને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય મહાનગર સદસ્ય પરિષદ, ભારતના તમામ ૭૦૦ જિલ્લા પંચાયતોના પ્રમુખો ને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય જિલ્લા પંચાયત પ્રમુખ પરિષદ, ભારતના તમામ ૨૮,૦૦૦ૅ જિલ્લા પંચાયતોના સદસ્યો ને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય જીલ્લા પંચાયત સદસ્ય પરિષદ, ભારતની તમામ ૪૨૦૦ૅનગરપાલિકાઓના પ્રમુખોને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય નગર પ્રમુખ પરિષદ, ભારતના તમામ ૧,૩૫,૦૦૦ૅ નગરપાલિકાઓના સદસ્યો ને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય નગર સદસ્ય પરિષદ, ભારતના તમામ ૬૮૦૦ તાલુકા પંચાયતોના પ્રમુખો ને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય તાલુકા પંચાયત પ્રમુખ પરિષદ, ભારતના તમામ ૧,૬૫,૦૦૦ૅ તાલુકા પંચાયતોના સદસ્યોને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય તાલુકા પંચાયત સદસ્ય પરિષદ, ભારતના તમામ ૨,૬૮,૦૦૦ૅ ગ્રામ પંચાયતોના સરપંચો ને મજબૂત બનાવવા રાષ્ટ્રીય સરપંચ પરિષદ, ભારતના તમામ ૧૯,૦૦,૦૦૦ ગ્રામ પંચાયત સભ્યોને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય પંચાયત સદસ્ય પરિષદ દ્વારા જાહેર સેવા કરવામાં આવશે.
રાષ્ટ્રીય સ્થાનિક સ્વરાજ્ય પરિષદ એક સ્વાયત્ત સંસ્થા હશે જેમાં તમામ એકમોના ૫૦ ટકા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ૪૦ ટકા સ્થાપક સભ્યો અને ૧૦ ટકા નોમિનેટેડ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે અને આગામી દિવસોમાં, તમામ એકમોની સ્વતંત્ર રાષ્ટ્રીય કોર સમિતિ, રાષ્ટ્રીય કાર્યકારણી સમિતિ, રાષ્ટ્રીય એડવાઇઝરી સમિતિ, રાષ્ટ્રીય મહિલા સમિતિ, ઝોનલ સમિતિ (ભારતના તમામ રાજ્યોને પાંચ ઝોનમાં સમાવવામાં આવશે), રાજ્ય સમિતિ અને ઝોન સમિતિ (દરેક રાજ્યમાં પાંચ ઝોન હશે) શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્થાનિક સ્વરાજ પરિષદના રાષ્ટ્રીય ચેરમેન શ્રી ભરત ગાજીપરા વર્ષોથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પંચાયતી રાજ સાથે સંકળાયેલા છે. રાષ્ટ્રીય પ્રમુખ પદ પર શ્રીમતી નયનાબેન પટેલે ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના પ્રમુખ પદે વિશેષ કાર્ય કર્યું છે. રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પદ પર મહારાષ્ટ્રના શ્રી કૈલાશ ગોર પાટીલ રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ પર ઉત્તર પ્રદેશના શ્રીમતી શિખા ત્યાગી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ પર પヘમિ બંગાળના શ્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ પર શ્રીમતી અંજના મકવાણા જેઓ ગુજરાતના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના પત્ની છે અને સામાજિક કાર્ય કરે છે, રાષ્ટ્રીય આંતરિક ઓડિટરના પદ પર શ્રી વિક્રાંત ચાંદવડકર મહારાષ્ટ્રના જાણીતા રાજકીય નેતા છે, રાષ્ટ્રીય કન્વીનરના પદ પર છત્તીસગઢના શ્રી પ્રેમલાલ સાહુ જેઓ સરકારી કોન્ટ્રાક્ટર અને સરપંચોના નેતા પણ છે, રાષ્ટ્રીય માનદ મંત્રીના પદ પર ગુજરાતના શ્રી મુકેશ સખિયા જે રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘના રાષ્ટ્રીય મહામંત્રી પણ છે, રાષ્ટ્રીય સચિવ પદ પર શ્રીમતી દેવઈબેન કાનગડ ગુજરાતના કચ્છમાં ખૂબ મોટી મહિલા ઉદ્યોગપતિ છે, રાષ્ટ્રીય સચિવ શ્રી હેમરાજ પાડલીયા સામાજિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે, રાષ્ટ્રીય ખજાનચીના પદ પર શ્રી ભાવેશ પટેલ કે જેઓ ગુજરાતના સૌથી શક્તિશાળી ગામ બાબૈન ના સરપંચ સહિત વિવિધ પદો પર કાર્ય કરે છે. રાષ્ટ્રીય કારોબારી સદસ્ય તરીકે શ્રીમતી પરમજીત કૌર છાબડા ગુજરાતમાં શીખ ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓ ચલાવી રહ્યા છે, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય તરીકે શ્રીમતી અકુલા વિજયા હૈદરાબાદથી રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય તરીકે શ્રી પવન કુમાર સિંહ બિહારના જિલ્લા પંચાયત ઙ્કમુખ છે, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય તરીકે શ્રીમતી શીતલ દિનેશ માલી મહારાષ્ટ્રમાં સામાજિક કાર્ય કરી રહ્યા છે અને રાષ્ટ્રીય કારોબારી સદસ્ય તરીકે શ્રીમતી શાંતિ બીરી અરુણાચલ પ્રદેશથી રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. રાષ્ટ્રીય ચેરમેન શ્રી ભરતભાઇ ગાજીપરાના જણાવ્યા મુજબ આ સંસ્થાનું ટૂંક સમયમાં ગુજરાતના વિવિધ સાંસદોને સાથે લઈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય શહેરી વિકાસ અને ગળહ નિર્માણ મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય શહેરી વિકાસ અને ગળહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી તોખન સાહુ, કેન્દ્રીય પંચાયતી રાજ કેબિનેટ મંત્રી શ્રી રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહ, કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી એસ.પી.સિંહ બઘેલ, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી શ્રી ચંદ્રશેખર પ્રેમસાની, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી શ્રી કમલેશ પાસવાન સહિત ઘણા સાંસદોના હસ્તે આ સંસ્થાને કાર્યરત કરવામાં આવશે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
