News of Friday, 29th August 2025
સુબીરનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફગણ દ્વારા ગણેશજીની મૂર્તિનું સ્થાપન

ડાંગ જિલ્લાનાં સુબીર સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફગણ દ્વારા ગણેશ ચતુર્થીનાં દિવસે ગણેશજીની મુર્તિની વિધિવત પૂજા અર્ચના કરી ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામ)ં આવી હતી. આ પ્રસંગે સામૂહિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફિસર ડો.ધૃવી ચૌધરી, ડો.ફાલ્ગુની ગામીત, અન્ય વહીવટી સ્ટાફ સહિત ડો.પ્રિતિ ચૌધરીએ વિશેષ હાજરી આપી હતી. આ તકે ડો.ધૃવી ચૌધરીએ જણાવ્યું કે પાંચ દિવસની પૂજા અર્ચન આરાધના બાદ તા.૩૧/૦૮/૨૦૨૫નાં રોજ ગણેશજીની મૂર્તિનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ હતું કે સુબીર જેવાં ઉડાણનાં વિસ્તારમાં લોકોમાં એકતા અને આધ્યાત્મિકતાનો ભાવ ઉજાગર થાય એ અમારા ગણેશોત્સવનો મૂળભૂત હેતુ છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
